________________
अथ परिशिष्ट प्रकरण ।
જિન સિંહાસન માટે બીજી રીતે રાહુની સર્વાગ મૂર્તિનું પ્રમાણ
सिंहासनगतं राहुं करालवदनं लिखेत् ॥
वरदखड्गसंयुक्तं खेटशूलधरं लिग्वेत् ॥१॥ સિંહાસન ઉપર આરૂઢ થયેલે, વિકરાળ મુખવાળે તેમજ વર, તરવાર, ઢાલ અને ત્રિશૂળને ધારણ કરેલો રાહુ કરે. ૧
કેતુમૂર્તિ धूमास्त्विषा हि बहवः सर्वे वरगदाधराः ॥
गृध्रपृष्ठे समारूढाः लेग्वनीयास्तु केतवः ॥२॥ ધૂમાડાના જેવી કાન્તિવાળા, વર અને ગદા યુક્ત હાથવાળા તેમજ ગીધના વાહનવાળા કેતુ આલેખવા. ૨
દ્વારમાને ઉભી પ્રતિમાનું પ્રમાણ द्वारोच्छ्रयेऽष्टधा कार्य भागैकश्च परित्यजेत् ॥
सप्तभागं त्रिधा कृत्वा द्विभागं प्रतिमा भवेत् ॥३॥ દ્વારની ઉંચાઈમાં આઠ ભાગ કરવા. ઉપરને આઠમે ભાગ છેડી નીચેના સાત ભાગમાં ત્રણ ભાગ કરવા અને બે ભાગ ઉભી પ્રતિમા કરવી. ૩.
દ્વારમાને ઉભી પ્રતિમાનું બીજું પ્રમાણ द्वारं विभज्य नवधा भागैकञ्च परित्यजेत् ॥
अष्टभागं त्रिधा कृत्वा द्विभागं प्रतिमा भवेत् ॥४॥ દ્વારની ઉચાઈમાં નવ ભાગ કરી ઉપરનો નવમો એક ભાગ તજે. આઠ ભાગમાં ત્રણ ભાગ કરી બે ભાગ ઉભી પ્રતિમા કરવી. ૪.
પ્રાસાદમાને પ્રતિમાનું પ્રમાણ हस्ताच वेदहस्तान्तं षड्वृद्धिः स्यात्षडंगुलात् ।। ... तदूर्ध्व दशहस्तान्तं व्यकुला द्धिरिष्यते ॥५॥