________________
s
ચતુદશ ર ] તિમુહૂર્ત લક્ષણાધિકાર.
પ૬૫ બુધવારે કલા અથવા હુન્નર શીખવા, કલાઓમાં નિપુણતા, પ્રવીણુતા મેળવવી, વેપાર કરે, સંધિ કરવી, વ્યાયામ-કસરત કરવી, નોકરી કરવી, વેદ ભણવા, પુસ્તકાદિ લખવાં વિગેરે કાર્યો કરવાં. ૪૧.
ગુરૂવારે યજ્ઞ, ધર્મ, ક્રિયા, વિદ્યા, મંગલ કાર્ય, પિષ્ટિક કર્મ, ગૃહારંભ, યાત્રા, ઔષધ ખાવું અને બનાવવું, અલંકારો ધારણ કરવા વિગેરે કાર્યો કરવાં. ૨.
- શુક્રવારે ગીતવિદ્યા શીખવી, સ્ત્રીસેવન, રત્ન ધારણ કરવાં, શય્યાદિ એટલે પલંગ વિગેરે બનાવવા, વસ્ત્ર ધારણ કરવાં, આભૂષણે પહેરવાં, ઉત્સવ ક્રિયાઓ કરવી, ભૂમિ વેચવી તથા ખરીદવી, દુકાન કરવી, કૃષિ કરવી, ખજાને સંઘર વિગેરે કાર્યો કરવાં શુભ છે. ૪૩.
શનીવારે ગૃહપ્રવેશ કરે, મંત્રદીક્ષા લેવી, હાથી બાંધ, થિર કામે કરવાં, નોકરી કરવી, નેકર રાખવા, શસ્ત્ર ચલાવવાં, જાણું બેલિવું અને ચોરી કરવી, આ કાર્યો સિદ્ધ થાય છે. ૪૪.
લગ્નથી ૩, ૬, ૧૦ અને ૧૧ મું ભુવન ઉપચય સ્થાન કહેવાય છે અને ૧, ૨, ૪, ૫, ૭, ૮, ૯ અને ૧૨ મું ભુવન અપચય સ્થાન કહેવાય છે. ઉપચય સ્થાનમાં સ્થિત ગ્રહના વારમાં કરેલું કામ શુભકારક થાય છે અને અપચય સ્થાનમાં રહેલા ગ્રહના વારમાં યત્નપૂર્વક કરેલું કાર્ય પણ સિદ્ધ થતું નથી. ૪૫.
વારને આરંભ કયારે થાય. वारादिनदयादूज़ पलैर्मेषादिगे रवौ ॥
तुलादिगे त्वधस्त्रिंशत्तद्वयुमानान्तरार्धजैः ॥४६॥
મેષાદિક છ રાશિમાં સૂર્ય રહ્યો હોય ત્યારે સૂર્યોદયની પછી તે દિવસના દિનમાન અને ત્રીશની વચ્ચેના આંતરાના અર્ધ પળ વડે વારને આરંભ થાય છે, અને તુલાદિક છ રાશિમાં સૂર્ય રહ્યો હોય ત્યારે સૂર્યોદયની પહેલાં તેટલા પળે વારની પ્રવૃત્તિ થાય છે. ૪૬.
જેમકે ગુર્જર દેશમાં કર્ક સંક્રાંતિએ ઉત્કૃષ્ટ દિનમાન ઘડી ૩૪ પળ ૪૮નું હોય છે. તેમાંથી ત્રીશ બાદ કરતાં બાકી ઘડી ૩ પળ ૪૮ રહ્યા. તેને અર્ધ ભાગ કરતાં ઘડી ૧ પળ ૫૪ રહ્યાં એટલે સૂર્યોદય થયા પછી ૧ ઘડીને ૫૪ પળે વારને આરંભ જાણ.
તેજ પ્રમાણે મકર સંક્રાંતિમાં જઘન્ય દિનમાન ઘડી ૨૬ ને ૧૨ પળનું હોય છે. તેને ત્રીશમાંથી બાદ કરતાં બાકી ઘડી ૩ ને ૪૮ પળ રહ્યાં. તેને પ્રથમની જેમ અર્થે કરતાં ૧ ઘડી ને ૫૪ પળ રહ્યાં માટે તે દિવસે સૂર્યોદય પહેલાં ૧ ઘડી ને પ૪ પળે વારને આરંભ થાય છે. તેવી રીતે દરેક દિનમાનના હિસાબે વારનો આરંભ જાણ.