________________
ચતુર્દશ રત્ન ] જ્યોતિર્મુહુર્ત લક્ષણાધિકાર.
૫૬૩ સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિઓની કમથી છડ, સાતમ, આઠમ અને નેમ તિથિઓ છે અને છઠ આદિ ચાર તિથિઓની દશમ પૂર્ણ તિથિ છે તથા ધન, મકર, કુંભ અને મીન; આ શશિઓની કમથી અગિયારશ, બારસ, તેરસ અને ચૌદશ તિથિઓ છે અને એકાદશ્યાદિ ચાર તિથિઓની પૂનમ તથા અમાવાસ્યા પૂર્ણ તિથિ છે પરંતુ જે તિથિ પાપગ્રહયુક્ત રાશિની હોય તે શુભકારક નથી. ૩૦, ૩૧, ૩ર.
શુભાશુભ વાર आदित्यश्चन्द्रमा भौमो वुधश्चाथ बृहस्पतिः ॥ શુક્રઃ શનૈશ્ચત રાજાઃ પરિશર્તિતા રૂા. शिवो दुर्गा गुहो विष्णुर्ब्रह्मेन्द्रः कालसंज्ञकः ॥ सूर्यादीनां क्रमादेते स्वामिनः परिकीर्तिताः ॥३४॥ શુક્રશ્ચન્દ્રો પર શુ ગુમr વાર શુને મૃતા છે क्रूरास्तु क्रूरकृत्येषु ग्राह्या भौमार्कसूर्यजाः ॥३५॥ स्थिरः सूर्यश्चरश्चन्द्रो भौमश्चोयो बुधः समः ॥
लघु वो मृदुः शुक्रः शनिस्तीक्ष्णः समीरितः ॥३६॥ રવિ, સોમ, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર અને શનિ આ સાત વારોનાં નામ છે. શિવ, દુર્ગા, કાત્તિ કેય, વિષ, બ્રહ્મા, ઇન્દ્ર અને કાલ; આ સાત દેવે ક્રમે સાત વારેના સ્વામી જાણવા. ગુરૂ, સોમ, બુધ અને શુક; આ ચાર શુભ વારે છે અને તે શુભ કાર્યમાં ગ્રહણ કરવા શ્રેષ્ઠ છે તથા મંગલ, રવિ અને શનિ; આ ત્રણ વાર ક્રૂર છે અને તે કુર કાર્યોમાં લેવા યોગ્ય છે. ૩૩, ૩૪, ૩૫.
વારમાં રવિવાર સ્થિર, સોમવાર ચલ, મંગળવાર ઉગ્ર, બુધવાર સમ, ગુરૂવાર લઘુ, શુકવાર કેમળ અને શનિવાર તીણ છે. ૩૬,
પ્રતિષ્ઠાના વાર. तेजस्विनी क्षेमकृदग्निदाह विधायिनी स्याद्वरदा दृढा च ॥ आनंदकृत्कल्पनिवासिनी च सूर्यादिवारेषु भवेत्प्रतिष्ठा ॥३७॥
રવિવારે પ્રતિષ્ઠા કરવાથી તેજસ્વી અર્થાત પ્રભાવશાલી, સોમવારે મંગળ કરવાવાળી, મંગળવારે અગ્નિદાહ, બુધવારે મનવાંછિત ફલ આપવાવાળી, ગુરૂવારે દઢ ( સ્થિર), શુક્રવારે આનંદ આપવાવાળી અને શનિવારે પ્રતિષ્ઠા કરવામાં આવે તે કલ્પ પર્યન્ત અર્થાત્ સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી સ્થિર રહેવાવાળી થાય છે. ૩૭.