________________
શિલ્પ રત્નાકર
[ પ્રથમ રત્ન નક્ષત્રની રાશિ ઉપજાવવાની રીત. गृहक्षेत्रेषु यदृक्षं षष्टिनं खशरोनितम् ॥
पंचत्रिंशत्शतैर्भक्ते शेषं वै मेषकादयः ॥१०५॥
ક્ષેત્રનું જે નક્ષત્ર આવ્યું હોય તેના અંકને ૬૦ સાઠે ગુણવા. તેમાંથી પચાસ (૫૦) બાદ કરી + (૧૩૫) એક પાંત્રીસે ભાગવા. શેષ જે વધે તેને (૧) એક ગણવે અને તે એકને ભાગાકારને જે અંક આવે તેમાં ઉમેરતાં જેટલા અંક થાય તેટલામી રાશિ જાણવી. ૧૫.
નક્ષત્રની રાશિ જાણવા વિષે. अश्चिन्यादित्रयं मेषे सिंहे प्रोक्तं मघात्रयम् ॥
धने मूलत्रयं चापि शेषाणि नवराशिषु ॥१०६॥
અશ્વિની, ભરણ અને કૃત્તિકા, આ ત્રણ નક્ષત્ર મેષ રાશિનાં, મઘા, પૂર્વાફાલ્ગની અને ઉત્તરાફાલ્ગની, આ ત્રણ સિંહ રાશિનાં તથા મૂલ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા, આ ત્રણ ધન રાશિનાં નક્ષત્રે જાણવાં. અને બાકીનાં (૧૮) અઢાર નક્ષત્ર નવ રાશિના જાણવા અર્થાત્ રહિણી અને મૃગશિર વૃષભ રાશિનાં, આદ્ર અને પુનર્વસુ મિથુન રાશિનાં, પુષ્ય અને આશ્લેષા કર્ક રાશિનાં તેમજ હસ્ત અને ચિત્રા કન્યા રાશિ, સ્વાતિ અને વિશાખા તુલા રાશિ, અનુરાધા અને જયેષ્ઠા વૃશ્ચિક રાશિ, શ્રવણ અને ધનિષ્ઠા મકર રાશિ, શતતારા અને પૂર્વાભાદ્રપદ કુંભ રાશિ તથા ઉત્તરાભાદ્રપદ અને રેવતી મીન રાશિનાં નક્ષત્ર જાણવાં. ૧૦૬.
ઉદાહરણ- ધારો કે ક્ષેત્રનું મૃગશિર નક્ષત્ર આવ્યું છે. અનુક્રમે અશ્વિની નક્ષત્રથી ગણતાં તે પાંચમું નક્ષત્ર થયું. નક્ષત્રના અંક (૫) ને રાત્રિદિવસની ઘડી (૬૦). ગુણવાથી (૩૦૦) થયા અને (૩૦૦) માંથી (૫૦) બાદ કરતાં (૨૫૦) બાકી રહ્યા. તેને (૧૩૫) ભાગવાથી શેષ (૧૧૫) વધ્યા. તેને (૧) અંક ગણી ભાગકારના આવેલા અંક ૧ માં ઉમેરતાં (૨) બે થયા. એટલે બીજી રાશિ વૃષ આવી.
* ૬૦ ગુણવાનું કારણ દિવસ તથા રાત્રિ મળીને ૬ ઘડી થાય છે અને રાત્રિ દિવસનાં ચાર ચરણ થાય છે તેથી એક એક ચરણ પંદર ઘડીનું થાય. એવાં નવ ચરણનાં સવા બે નહાત્રની ૧ એક રાશિ થાય છે.
* એક ચરણની પંદર ઘડી થાય છે અને સવા એ નક્ષત્રનાં નવ ચરણ થાય છે. માટે પંદરને નવે ગુણવાથી ૧૩પ થાય છે, તેથી એક પાંત્રીસે ભાગવામાં આવે છે.
* ભાગાકાર કરતાં શેષમાં ગમે તેટલા વધે તે પણ તેને (૧) અંક ગણુ. પરંતુ શેપમાં બે (૩૪) વધે તે રાશિને પહેલે પાયે, (૧૮) વધે તે બીજો અને (૨) વધે તે. ત્રીજો પાયો સમજવો.