________________
સપ્તમ રત્ન] તિલસાગરાદિ પ્રાસાદ લક્ષણાધિકાર. ૨૮૭ વડે તેમજ આમલસારો અને કળશ વિગેરેથી સુશોભિત પ્રાસાદ કરે. પતાકા, મર્કટી અને ધ્વજાદંડ પૂર્વમાન પ્રમાણે કરવાં. જેવા છંદને પ્રાસાદ હોય તેવો મંડપ કરે અને તેના ઉપર સાંમરણ કરવું. તે ઘંટા અને કટ સહિત કરવું તેમજ ગજ, સિંહ, વિરાલ, વિદ્યાધર, મુનિ વિગેરેની આકૃતિઓ વડે તેમજ સંધ્યા કરતા મુનિઓની મૂર્તિઓ વડે અલંકૃત કરવું.
ભુવનેપમ આ પ્રાસાદને કર્યા કરનારાઓની સાથે અથર્વ નામના દેવકને પામે છે અને સ્વપ્રાપ્તિ થઈ દેવત્વ મેળવે છે. જે વિધિ છોડી બીજી રીતે પ્રાસાદ રચે છે એ અલ્પબુદ્ધિ શિલ્પી પિતે તથા કર્તા બન્નેના કુળને નિર્વશ બનાવે છે, માટે સર્વ પ્રયત્નથી શાસ્ત્રષ્ટિયુક્ત પ્રાસાદે કરાવવા. શાસ્ત્રષ્ટિથી થયેલા પ્રાસાદે કર્તા તેમજ કરનારાઓનાં આયુષ્ય, આરોગ્ય અને સૈભાગ્યની વૃદ્ધિ કરે છે. ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૫, ૧૦૬, ૧૦૭. ઇતિશ્રી શૈલેજ્યતિલક પ્રાસાદ, ભાગ ૩૨, ઈડક કરપ, તિલક ૨૪, પ્રાસાદ ૨૫ મિ. ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત નર્મદાશંકર મૂલજીભાઈ સોમપુરા રચિત શિલપરત્નાકર નામના ગ્રંથનું તિલકસાગરાદિ. પંચવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર નામનું
સાતમું રત્ન સંપૂર્ણ