________________
૨૪૦ શિલ્પ રત્નાકર
[ પ૪ રત્ન दिशायां विदिशायां तु स्थापयेच्च सदा बुधः ॥
शृङ्गं शृङ्गं तथा कार्य कर्णे च तृतीयं न्यसेत् ॥८६॥ द्विपदे तिलकं स्थाप्यं भद्रे च रथिका तथा ॥
शृङ्गत्रयं तु शालायामूचे शिवरविस्तरः ॥८७॥ દિશ-વિદિશામાં ઉપરોકત વ્યવસ્થા કરવી અને પૂર્વ પ્રમાણે પ્રથમ (ગ) પંકિત તથા દ્વિતીય પંકિતમાં શગ ચઢાવવાં અને કણે ત્રીજુ એકાએક વધારે શંગ ચઢાવવું. બીજી પંક્તિમાં નંદીએ તિલક કરવું તથા ભટ્ટે દોઢિયે અને ત્રણ ઉરૂગે ચઢાવવાં. ઉપરના ભાગે શિખરનો વિસ્તાર કરે. ૮૬, ૮૭.
शतं युगाधिका षष्टिः कर्तव्या तु सदा बुधैः ॥
तिलकाष्टो महानीलः सप्तपञ्चाशदण्डकैः ॥८८॥ રેખાની નમણે એક ચોસઠ ભાગે કરવી. આઠ તિલક અને સત્તાવન કડકેથી સંયુક્ત આ મહાનલ નામના પ્રાસાદ જાણ. ૮૮. ઇતિશ્રી મહાનલ પ્રાસાદ, સુલ ભાગ ૧૬, ઈન્ડક પ૭, તિલક ૮, ચતુર્દશ પ્રાસાદ ૧૪.
ભૂધર પ્રાસાદ પંચદશ-પંચમ ભેદ. भूधरश्च प्रवक्ष्यामि लभते यस्य भूफलम् ॥ चतुरस्रीकृते क्षेत्रे कलाभागविभाजिते ॥८॥
હવે ભૂધર પ્રાસાદ કહું છું કે જે કરવાથી પૃથ્વીને લાભ થાય છે. પ્રાસાદના ચોરસ ક્ષેત્રમાં સોળ ભાગ કરવા. ૮૯.
भद्रं भागद्वयं कार्यं भागेन नंदिका शुभा ॥ प्रतिरथं द्विभागश्च नंदिका भागिकैव च ॥९॥ कर्ण द्विभागिकं ज्ञेयं निर्गम भद्रभागिकम् ॥ समदलं तु कर्तव्यं प्रतिकर्णश्च नंदिका ॥११॥
અડધું ભદ્ર ભાગ બે, નંદિકા ભાગ એક, પ્રતિરથ ભાગ છે, બીજી નદિક ભાગ એક, કર્ણ ભાગ છે, ભદ્ર નીકારે એક ભાગ તથા પ્રતિકર્ણ અને નંદિક નીકારે સમદલ કરવાં. ૯૦, ૯૧.