________________
ચતુર્થ રત્ન] મંડપાદિ લક્ષણાધિકાર.
પ્રાસાદના દ્વારના અગ્ર ભાગે ચાર સ્તબેને પહેલે મંડપ કરે અને ત્યારપછી બે બે થાંભલા વધારવા. આવી રીતે સેળ થાંભલા થતાં સુધી વધારવાથી સાત પ્રકારના મંડપ થાય છે. ૩૯ (સંત મંડવ વિધાનના નકશા માટે જુઓ પાન ૧૨૬. )
સપ્તવિંશતિ મંડપ વિધાન. सप्तविंशतिरुक्ताश्च मंडपा विश्वकर्मणा ॥ तलैस्तु विषमैस्तुल्यैः क्षणैः स्तंभसमैस्तथा ॥४०॥ प्रथमो द्वादशस्तंभो द्विद्विस्तंभविवर्धनात् ॥
यावत्पष्टिचतुर्युक्ताः सप्तविंशतिमंडपाः ॥४१॥
શ્રીવિશ્વકર્માએ સત્તાવીસ (૨૭) પ્રકારના મંડપ કરવાના કહેલા છે. તેમનાં તલે (ગાળા અર્થાત પદ) વિષમ (એક) કરવા અને ક્ષણ તથા થાંભલાઓ સમ (એક) કરવા. ૪૦.
પહેલે મંડપ બાર (૧૨) થાંભલાઓને કરવે અને પછી બે બે થાંભલાઓ વધારવાથી બીજા મંડપ થાય છે. આ પ્રમાણે ચોસઠ (૬૪) થાંભલાઓ સુધી વૃદ્ધિ કરવી એટલે સત્તાવીસ (ર૭) પ્રકારના મંડપ થશે. ૪૧૦
સત્તાવીસ મંડપનાં નામ. पुष्पको पुष्पभद्रश्च सुप्रभो मृगनंदनः ॥ कौशिल्यो बुद्धिसंकीर्णो राजभद्रो द्वयावहः ॥४२॥ श्रीवत्सो विजयश्चैव वास्तुकीर्णश्च श्रीधरः ॥ यज्ञभद्रो विशालाक्षः सुश्रेष्ठः शत्रुमर्दनः ॥४३॥ भूजयो नंदनश्चैव तथा विमानभद्रकौ ॥ सुग्रीवो हर्षणश्चैव कर्णिकारः पराधिकः ॥४४॥ सिंहो वै सिंहभद्रश्च समसूत्रस्तथैव च ॥
इत्येते मंडपाः प्रोक्ताः सप्तविंशतिसंख्यया ॥४५॥ ૧ પુષ્પક, ૨ પુષ્પભદ્ર, ૩ સુપ્રભ, અમૃગનંદન, ૫ કૌશિલ્ય, દબુદ્ધિ સંકીર્ણ ૭ રાજભદ્ર, ૮ દ્વયાવહ, ૯ શ્રીવત્સ, ૧૦ વિજય, ૧૧ વાસ્તુકર્ણ, ૧ર શ્રીધર, ૧૩ યજ્ઞભદ્ર, ૧૪ વિશાલાક્ષ, ૧૫ સુશ્રક, ૧૬ શત્રુમન, ૧૭ ભૂજ્ય, ૧૮ નંદન, ૧૯ વિમાન, ૨૦ ભદ્રક, ૨૧ સુગ્રીવ, રર હર્ષણ, ૨૩ કણિકાર, રજપરાધિક, રપ સિંહ, ૨૬ સિંહભદ્ર અને ર૭ સમસૂત્ર; આ સત્તાવીસ મંડપ કહેલા છે. ૪૨,૪૩, ૪૪, ૪૫.