________________
ચતુર્થ રત્ન ] મંપાદિ લક્ષણાધિકાર
૧૨૧ પ્રવેલીની ઉંચાઈનું પ્રમાણ नरपीठस्य चोर्ध्वन्तु उत्तरङ्गस्य मस्तके ॥ कृत्वा च दश सार्धानि पदैकं राजसेनकम् ॥२४॥ वेदिका च द्विभागा तु भागार्धासनपट्टकम् ।। स्तंभश्चैव चतुर्भागो भागाधभरणं भवेत् ॥२५॥ शीर्षमेकेन भागेन पश्च सार्घभागतः ॥
कनिष्ठश्च समाख्यातं मध्यमं शृणु सांप्रतम् ॥२६॥ નરપીઠના ઉપરથી એતરંગના મથાળા સુધીમાં સાડા દશ ભાગ કરવા અને તેમાં એક ભાગનું રાજસેન, બે ભાગની વેદિક, અર્ધા ભાગનું આસનપટ્ટ, ચાર ભાગને થાંભલે, અર્ધા ભાગનું ભરણું, એક ભાગનું સરૂ અને દેઢ ભાગને પાટડે કરે. આ છૂટ મંડપમાં બેસવાની વેદિકા તથા કક્ષાસન વિગેરેનું માન તથા પ્રવેલીની ઉચાઇનું કનિષ્ઠ માન કહ્યું. હવે મધ્યમ માને કહું છું તે સાંભળ. ૨૪, ૨૫, ૨૬.
नरपीठस्य चोर्ध्वं तु खूट छाद्यस्य मस्तके ।
कृत्वा च दश सार्धानि पूर्वमानेन मध्यमा ॥२७॥ નરપીઠના ઉપરથી કૂટ છાજાના મથાળા સુધીમાં સાડા દશ પદ (ભાગ) કરવા અને પછી તેમાં કનિષ્ઠ માનમાં બતાવ્યા પ્રમાણે થરના ભાગે કરવા. એટલે મધ્યમ માનની પ્રતિલી જાણવી. ર૭.
नरपीठस्य चोर्ध्व तु यावद्भरणिमस्तके ॥
पदानि दश सार्धानि ज्येष्ठमानं विधीयते ॥२८॥ નરપીઠના ઉપરથી ભરણીના મથાળા સુધીમાં સાડા દશ પદ કરી તેમાં પૂર્વ પ્રમાણે થનાં પદો કરવાં. આ જોઈ માનને વિધિ જાણ. ૨૮.
मण्डपाग्रे प्रतोल्याग्रे सोपानं शुण्डिकाग्रतः ॥
तोरणं कारयेत्तस्य पटपदानुसारतः ॥२९॥ મંડપના તેમજ પ્રતેલી (શણગાર ચેકી) ના અગ્ર ભાગમાં સોપાનના અગ ભાગે એકસૂત્રમાં રહે તેવી રીતે પાન (પગથીયાં) કરવાં. પાટડાની નીચેની ફરકે તથા બન્ને સ્ત વચ્ચે શોભાયમાન તોરણે કરવાં. ર૯