________________
૧૦૫
તૃતીય રત્ન દ્વારશાખા લક્ષણાધિકાર
૧૦૫ આ પ્રમાણે ત્રિશાખા દ્વારમાન કહ્યું. હવે પંચશાખા દ્વારમાન શ્રવણ કરે.
પંચશાખા દ્વારમાન.
भागभागा भवेत्शाखा रूपस्तंभो द्विभागिकः ॥१६॥ निर्गतश्चैकभागेन रूपस्तंभः प्रशस्यते ॥ कोणिका स्तंभमध्ये तु घुभयोर्वामदक्षिणे ॥१६६॥ गंधर्वा निर्गमे कार्या भागैकेन विचक्षणैः॥ तत्सूत्रे खल्वशाखा च सिंहशाखांशकोद्गता ॥१६॥ सपादः सार्धभागश्च रूपस्तंभः प्रशस्यते ॥ तथोत्सेधाष्टमांशेन शाखोदरं प्रशस्यते ॥१६८॥
શાખાની પહોળાઈના માનમાં છે ભાગ કરી પચશાખાને વિસ્તાર કરે. દરેક શાખા એકએક ભાગની અને રૂપસ્તંભ બે ભાગ કરે. રૂપસ્તંભ નીકારે એક ભાગને કરી પ્રશંસનીય છે. બન્ને બાજુના વામદક્ષિણ ભાગે સ્તંભ તથા શાખાઓના મધ્ય ભાગમાં કણિકાઓ કરવી. બુદ્ધિમાન શિલ્પીઓએ ગંધર્વા શાખા નીકારે એક ભાગની કરવી તેમજ તેના તેજ સૂત્રમાં આવશાખા તથા સિંહશાખા એક ભાગની કરવી. રૂપસ્તંભ નીકારે સવા અથવા દેઢ કરે સારે છે તથા ઉચાઈના આઠમા ભાગે શાખાનું ઉદર કરવું પ્રશંસનીય છે. ૧૬૫, ૧૬૬, ૧૬૭, ૧૬૮.
पत्रशाखा च गंधर्वा रूपस्तंभस्तृतीयकः ॥ चतुर्थी खल्वशाखा च सिंहशाखा ततःपरम् ॥१६॥ पश्चशाखेति विख्याताः संक्षेपं कथितं मया ॥ . अतः परं प्रवक्ष्यामि सप्तशाखाप्रमाणकम् ॥१७॥
પહેલી પત્રશાખા, બીજી ગંધર્વશાખા, ત્રીજી રૂપસ્તંભ, ચોથી ખવશાખા અને પાંચમી સિંહશાખા આ પંચશાખાઓ પ્રસિદ્ધ છે. તે મેં સંક્ષેપમાં કહી. હવે પછી સતિશાખાનું પ્રમાણુ કહીશ. ૧૬૯, ૧૭૦.