________________
કાળમાં પૂર્ણ કરેલ. વિ. સં. ૧૦૨૭ ના કાળમાં વિમળ મંત્રીના આબુના સુપ્રસિદ્ધ પ્રાસાદેના નિર્માતા ગણધર નામે સ્થપતિ હતા. ડભેદના હીરાભાગેળના સ્થપતિ હીરા ઘર સોમપુરા હતા. તેની લોક વાર્તાઓ ગવાય છે. વિ. સં. ૧૨૮૫ ના કાળમાં વસ્તુપાળ તેજપાળના આબુના અદભૂત મંદિરના સ્થપતિ શનિદેવ વિશ્વકર્માના અવતાર રૂપ હતા. અગ્યારમી સદીમાં પ્રમાણ મંજરી નામે કાષ્ટ શિલ્પગ્રંથના કર્તા નકુલના પુત્ર મલદેવ હતા.
વિ. સં. ૧૪૫ મા અરસાના રાજસ્થાનના રાણકપુરના સુપ્રસિદ્ધ ચતુર્મુખ જૈન મહાપ્રાસાદની ધરણી વિહાર રચના દેપાક નામને સોમપુરા શિલ્પીએ કરેલ તેની લોક કથા ગવાય છે.
વિ. સં. ૧૧૭૩ માં દક્ષિણના કર્ણાકટના બેલુરના સુપ્રસિદ્ધ મંદિરના નિર્માતા પંચાનન શિલ્પી ડંકનાચાર્ય હતા. પંદરમી સદીમાં મેવાડના કુંભારાણાના રાજ્ય કાળમાં કેટલાક સ્થાપત્યની રચના ભારદ્વાજ ગોત્રના સુપ્રસિદ્ધ સ્થપતિ મંડન સેમપુરા હતા. તેના ત્રણ પેઢીના પુત્ર પૌત્રોએ રાજ્યાશ્રયે કામે બાંધેલા અને તે પરિવાર શિલ્પના ગ્રંથની રચના પણ કરેલી છે સૂ. મંડન વિશ્વકર્મા સ્વરૂપે હતા. સત્તરમી સદીમાં મેવાડના કાંકરાલી રાયનગર પાસેના રાયસાગરને હજાર ફુટ લાંબે કાંઠે અને નવચેકીનું કાર્ય સેમપુર શિલ્પી એ બાંધેલ તેને મેવાડના રાણાએ ગામ ગરાસ અને સત્તર હજાર કચ બક્ષિસમાં આપી સન્માન કર્યાને લેબ છે.
વિ સં. ૧૮૯૦ માં પાલીતાણાના જૈનેના પવિત્ર શત્રુંજય પહાડની બે ભિન્ન ટેકરીઓ હતી. શેઠ મોતીશાહને મંદિર માટે જોઇતી જમીન મેળવવા આ બે ટેકરી વચ્ચેને ગાળો પૂરી વિશાળ સૂકે બાંધનાર એ
જનાને સ્થપતિ શ્રી રામજી સાધારામ કુશળ સૂત્રધાર વિશ્વકર્મા સ્વરૂપ થઈ ગયા. અમૂલ્ય કળાને વારસો મૂકનાર શિલ્પીઓના નામે મળતા નથી. એવા નિસ્પૃહ અશાતા સ્થપતિએન અમારા શત રાઃ વંદન છે.
આ ગ્રંથ દીપાર્ણવ ગ્રંથની પૂર્તિરૂપે સંગ્રહ કરેલ છે. જુદા જુદા ગ્રંથમાં કહેલા વેધ દેષ સંગ્રહેલ છે. તેમાં વિશેષ કરીને જ્ઞાનસાર અપરાજીત, નિર્દોષ વાસ્તુ, ગૃહપ્રકરણ, વિશ્વકમાં પ્રકાશ (ના તેરમા અધ્યાયને ૧૧૨ શ્લોક છે)ને વિશેષ આધાર લેવામાં આવેલ છે. અહીં અનેક વેધને બહુ સુંદર રીતે સમજાવેલ છે. ભૂમિ કેવી પસંદ કરવી, ભૂમિ પરીક્ષા, સ્થળની પસંદગી, કેવી ભૂમિમાં ઘર ન કર, ત્યાજ , ભૂમિમાંથી