________________
( १३४ ) सूत्रधार पूजनविधि इत्यनन्तरतो वक्ष्ये पूजित्वा सूत्रधारकम् । यज्ञमंडपयोर्मध्ये मंडलंकारयेच्छुभम् ।। ३३४ ॥ पट्टाच्छादनकं कृत्वा स्वस्तिकं च समालिखेत् । सूत्रधार सूत्रासने पादौ प्रक्षाल्य सादरम् ॥ ३३५ ॥ कुकुमालेपन कृत्वा दिव्य वस्त्रमावर्णयेत् । मुकुट कुण्डल सूत्र कंकण दिव्यमुद्रिकाम् ॥ १६ ॥ हारकेयूर संयुक्त पादाभरणसंयुतम् । देयंखीनरयुग्मस्य पुत्रपौत्रौश्च स कुलम् ॥ ३३७ ।। गृहोपस्करक सर्व गोमहिश्चकादिकम् । दासी कर्मकरांश्चैव यानमुखासनादिकम् || १३८ । ग्रामश्चैव ततोटद्याऽथवा भूमिरुत्तमा । ते न तुष्टेन तुष्टा हि ब्रह्मा विष्णु हरादयः ॥ ३३९ ॥ कर्मकराणां सर्वेषां धनदद्याच सर्वज्ञः ।
वस्त्र प्रावरणैः सर्वे उत्तमादिक्रमेण तु ।। ३४० ॥ હવે હું શ્રેષ્ઠ એવા સૂત્રધાર-પતિની પૂજનવિધિ કહુ છું. યજ્ઞ મંડપના મધ્યમાં શુભ એવું મંડળ કરવું, વસ્ત્રથી આચ્છાદિત કરી સ્વસ્તિક મંડળ રચવું. સૂત્રધારને સૂત્રસને બેસારી પાદ પ્રક્ષાલન આદરપૂર્વક કરવું. કુમકુમનું લેપન કરવું. કિંમતી એવાં દીવ્ય વસ્ત્ર ઓઢાડવા. મુકુટ, કુંડળ, સૂત્ર કડાં, ઉત્તમ વીંટી, હાર, બાજુબંધ, પગનાં અભૂષણે આદિ સર્વ અલંકાર સ્ત્રીપુરુષ ( સૂત્રધાર અને સૂત્રધારપત્ની )ને તેમના પુત્ર પરિવરાદિ સહિત સર્વને આપવા રહેવાનું ઘર અને ઘરની સર્વ સામગ્રી, ગાય, ભેંસ, ઘેડા આદિ તથા કામ કરવા દાસી અને ચાકર વગ, વાહન, સુખાસન, પલંગ વગેરે આપવા. ગામ અથવા સારી ભૂમિ-જમીન અથવા સૂત્રધારને પ્રસન્ન કરવા તેની પ્રસન્નતાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સંતુષ્ટ પ્રસન્નતા જાણી અન્ય બીજા કામ કરવા વાળા સર્વને ધન યોગ્યતા પ્રમાણે આપવા તેમને વસ્ત્રો ઓઢાડવા. તે સર્વને ઉત્તમ એવા વસ્ત્રધન યોગ્યતા પ્રમાણે ક્રમથી દઈ संतुष्ट ४२११. ३३४-३४०