________________
ઉત્તેજન પણ મળ્યું. પ્રાચીનકાળમાં શિલ્પીઓને બ્રહ્માના પુત્ર માની પૂજન થતું. એશિયા ખંડમાં જાપાનમાં બૌધ ધર્મનો પ્રચાર થતાં તે દેશની રાજમાતાએ પ્રજામાં સહર્ષ ઢઢેરા દ્વારા ઈચ્છા પ્રદર્શિત કરેલી કે “મારા રાજ્યના નગર અને ઉદ્યાનમાં શિલ્પીઓના ટાંકણાને ગુંજારવ સદા થતું રહે.”
શુક્રાચાર્યે કળા અને વિદ્યા વિશે બહુ સુંદર સ્પષ્ટતા કરી છે. વિદ્યા અનંત છે અને કળાની ગણત્રી થઈ શકતી નથી પરંતુ સામાન્ય રીતે વિદ્યા બત્રીશ છે અને કળા એ સઠ પ્રકારની કહી છે. આગળ જતાં તેઓ વિદ્યા અને કળાની સામાન્ય વ્યાખ્યા આપતાં કહે છે.
यद्यत्माद वाचिक सम्यकम विद्याभिसंज्ञकम् ।
शक्तो मुकोपि यत्कत कलोसंशंतु तत्स्मृतम् ॥ જે કાર્ય વાણીથી થઈ શકે તેને વિદ્યા કહે છે અને મુંગે પણ જે કાર્ય કરી શકે તે “કળા”. શિલ્પ, ચિત્ર, નૃત્ય આદિ મૂક ભાવે થઈ શકે છે તેથી તે દરેકને કળા કહી છે.
કળાના પ્રકાર વિષે જુદા જુદા આચાર્યોએ જુદી જુદી સંખ્યા કહી છે- શુક્રાચાર્યો અને લલિત વિસ્તારમાં તેમજ કામસૂત્રમાં અને શ્રીમદ્ ભાગવતમાં-કળ ૬૪ પ્રકારની કહી છે. સમુદ્રપાળે જેનસૂત્રમાં ૭૨ કળ વર્ણવી છે. થશેઘરે કામશાસ્ત્રમાં કળ ૬૪ કહી છે પરંતુ તેમાં અવાક્તર દે ૫૧૨ કળાના ભેદ પાડેલા છે.
સૂત્રધાર, શિલ્પી, સવર્ણકાર, કંસકાર (કંસારા), ચિત્રકાર, માલાકાર (માળી ), લેહકાર, શંખકાર (શંખના આભૂષણે બનાવનાર , કુંભકાર કુલિન્દકાર, (વણકર)-આમ કળામાં વિવિધ હન્નરો સમાવ્યા છે. નૃત્ય, ગીત અને વાઇિત્ર એ સર્વ કળા છે. હુન્નરકળાના જ્ઞાતાના જથ પ્રમાણે તેઓની જ્ઞાતિઓ બંધાઈ–મહાભારતમાં વિશ્વકર્માને હજારે શિલ્પના સુણ કહ્યા છે.
વાસ્તુશાસ્ત્રના મહાન પ્રણેતા ઋષિમુનિઓ હતા. તેઓ અરણ્યના શાંત વાતાવરણમાં રહી અનેક શાસો અને વિદ્યા અને કળાના જીજ્ઞાસુઓને પિતાના આશ્રમમાં રાખીને વિદ્યા દાન કરતા. મત્સ્યપુરાણકારે તેવા અઢાર આચાર્યોના નામે આપેલ છે. ભૃગુ, અગ્નિ, વશિષ્ટ, વિશ્વકર્મા, મય, નારદ, નગ્નજિત, વિશાલાક્ષ, પુરંદર, બ્રહ્મા, કુમાર, નંદીશ, શૌનક, ગર્ગ, વાસુદેવ, અનિરૂદ્ધ, શુક અને બૃહસ્પતિ.