________________
श्रीगणेशाय नमः | श्रीसरस्वत्यै नमः । श्रीविश्वकर्मणे नमः ||
सूत्रधार-मंडन - विरचितो
॥ वास्तुसारः ॥
सटीक
गणेशं गिरिजां देवीं गोविंद गोपतिं गुरुम् I गिरीश भक्तितो नत्वा सारं वक्ष्यामि वास्तुनः ॥ १ ॥
શ્રીગણેશજી, ગિરિજાદેવી, ગોવિદ, ગેાપતિ એટલે વાણીના અધિપતિ ગુરુ અને શ્રીમહાદેવજીને ભક્તિથી નમસ્કાર કરીને (હું સૂત્રધાર મંડન ) વાસ્તુશાસ્ત્રને સાર કહું છુ. ૧.
गृहारम्भे मासफलम् 1
वैशाखे फाल्गुने मार्गे पोषे च श्रावणे तथा ।
दिने शुद्धे सिते पक्षे गृहारंभः सुखाप्तये || २ ||
વૈશાખ, ફાગણુ, માગશર, પોષ અને શ્રાવણ એ પાંચ માસમાં, શુકલપક્ષમાં શુભ દિવસે કરેલા વાસ્તુ-ઘરને પ્રારંભ સુખની પ્રાપ્તિ માટે થાય છે. ર.
चैत्रे शोकं मृत्युर्जेष्ठे शून्यं
भाद्रेऽश्विने कलिः । माघे ह्यग्निः पशोर्नाशः शुचौ भृत्यं च कार्तिके ॥ ३ ॥
ચૈત્રમાં ઘરને પ્રારભ કરે તે શેક ઉપજાવે. જેષ્ડમાં મૃત્યુ થાય. ભાદ્રપદમાં ઘર શૂન્ય રહે. આસો માસમાં કલહુ થાય. માઘ માસમાં અગ્નિને ભય રહે, આષાઢ માસમાં પશુને નાશ થાય અને કાર્તિક માસમાં પ્રારંભ કરે તે નાકરને (વૈભવના) નાશ થાય. ૩. इति द्वादशमासफलम् 1
द्वारं पूर्वापरं कर्कसिंहनक्रघटे aौ । याम्योत्तरास्यं कर्तव्यं वृषमेषतुलादिषु ॥ ४ ॥ न गृहं कारयेत्सूर्ये धनुर्मीनस्थिते बुधः । कन्यामिथुनयोर्यस्मात्स्वामिनाशो धनक्षयः ॥ ५ ॥