________________
અધ્યાય ૩ જશે.
( ૧૭ )
પણ તેમાં વિશેષે કરી ત્રણ પ્રકાર જોવા અથવા પાંચ, સાત, કે નવ પ્રકાર જોઈ ઘર કરે તો ઘર કરનાર સુખી થાય એમ સમજવુ. ૨૨
द्रुतविलंबित. बहुगुणं लघु दोषसमन्वितं भवनदेवगृहादिकमिष्यते ॥ जललवेनशिखीबहुतापवान्नशममेतिगुणैरधिकोयतः ||२३||
इतिश्री वास्तुशास्त्रेराजवल्लभे मंडन कृते आयादिलक्षणनामतृतीयोऽध्यायः ॥ ३ ॥
અર્થ—જેમાં ઘણા ગુણા અને ઘેાડા દોષો રહેલા હોય છે. એવું જે ઘર અને દેવદિરાદિ કરવામાં કાંઈ હરકત નથી. જેમકે, ઘણા તાપવાળા અગ્નિ પાણીના ઝીણા ખિ‘ધ્રુવડે બુઝાય નહિ તેજ રીતે જે વસ્તુમાં ઘણા ગુણા રહેલા હાય તે પદાર્થને થાડા દોષવડે કાંઇ હાનિ થાય નહિ. ૨૩