________________
( ૯ )
રાજવલ્લભ त्रिमेखलंशंकरदिग्विभागकुंडंप्रकुर्यात्करतोयुगास्त्रम् होमंसुराणांशतमष्टयुक्तंप्रत्येकमष्टाधिकविंशतिवा ॥ २६ ॥ मध्वाज्यदुग्धैर्दधिशर्कराभ्यांकृष्णैस्तिलैहियवैनवान्नैः पलाशदुबाँकुरदुग्धवृक्षोमंतदंतेसुरपूजनंच ॥ २७ ॥
અર્થ:--ઘરની ઇશાન કોણે એક હાથને ચતુરસ કુંડ કરી તેને ત્રણ મેખલાઓ કરવી, અને તે કુંડમાં દરેક દેવને (૧૦૮) અથવા (૨૮) આહુતિઓ આપવી. ૨૬
વળી, મધ, ઘી, દૂધ, દહીં, સાકર, કાળાતલ, વરી અને જવ. એ સર્વ નવાં પદાર્થો હોમવાં તથા ખાખરો, (ખાખરાના નાના નાના કટકા) તથા લીલી દુર્વાના અંકુરે ( ધરે ઉપર તાજી ત્રણ પાંખડીની શી હોય તે ) તથા દૂધવાળાં વૃક્ષેમાં પીપળો અને ઉબર ઇત્યાદિ સમિધે હોમવી અને દેવતાએનું પૂજન કરવું. ૨૭
૧ કુંડની કૃતિ માટે સવિસ્તર વર્ણન “ કુંડસિદ્ધિ ” ગ્રંથમાં બતાવ્યું છે. ૨ વરી એટલે ત્રાહિ અથવા ડાંગરની ધાણી.
-
-