________________
( રર૬ )
રાજવલ્લભ આપનાર છે; પણ શિગડા ઉપર, જમીન ઉપર પડેલી માથાની પરી ઉપર, સૂકાયેલા ઝાડ ઉપર, પડેલા ઝાડ ઉપર, કાંટા ઉપર અથવા કાંટાની વાડ ઉપર, બળેલા ઝાડ ઉપર, કાપી નાખેલા ઝાડ ઉપર, ઉંટ ઉપર, પાડા ઉપર, જમીન ઉપર, પડેલા વાળ અથવા કેશો ઉપર, પથ્થર ઉપર, અને ગધેડા ઉપર. એટલે ઠેકાણે બેશી બોલે તે તે સારી નહિ. ૧૦
शांतोवामरवस्तुतारगमनंभक्षग्रहोंमैथुनं नृत्यंदक्षिणचेष्टितंचसुजलेस्नानंचशांताश्रयः ॥ वृक्षारोहणसन्मुखीचमुदितापक्षद्धयोतक्षेपणं श्यामायाइतिचेष्टितंचफलदंदुष्टंवदामस्वथ ॥ ११ ॥
અર્થ–પ્રયાણ વખતે દેવચકલીને શાંત શબ્દ થાય છે તે સારો છે, તેમજ ડાબી તરફ શબ્દ થાય છે તે પણ સારે છે; અને તારગતિ કરે તે તે સારી છે; ચારો ચરતી હોય તે તે સારી છે; પ્રયાણ વખતે તે દેવચકલીનું મિથુન દેખવામાં આવે તે સારૂં છે; નાચતી હોય તો તે સારી છે; જમણી તરફ ચેષ્ટા કરતી હોય તે તે સારી છે; સારા જળમાં સ્નાન કરતી હોય તે તે સારી છે; શીતળ સ્થાનમાં બેઠી હોય તે તે સારી છે, જે સ્થાનકે બેઠી હોય તે સ્થાનકથી ઉડી ઝાડ ઉપર જવાની તૈયારી કરતી હોય તે તે સારી છે; ખુશી થએલી દેખાતી હોય તે તે સારી છે અને એ દેવચકલી પિતાની અને પાંખો. પછાડતી હોય અથવા ખંખેરતી હોય અથવા ઉંચાનીચી કરતી હોય તે તે પણ સારી છે, એટલા પ્રકારે શ્યામા અથવા દેવચકલીના શુકન સારા છે, અને હવે આગળ ખોટા શુકન કહીશું. ૧૧
वामपक्षमुपक्षिपेत्प्रकुरुतेचेष्टांचवामांवर्मि नाशत्रासवियोगकंपनमथोव्यावृत्यविजूभणं ॥ पंकेभस्मनिमजनविदधतीरज्ज्वस्थिकेशान्मुखे वक्रास्याविदधातिमूत्रशकृतीरोमांचितंभीतये ॥ १२ ॥
અર્થ–પ્રયાણ તખતે શ્યામા પિતાની ડાબી પાંચ ઉંચી કરે ડાબી, તરફ ચેષ્ટા કરે, વમન (ઉલટી) કરે, ઉડી જાય, ત્રાસ પામે, વિયેગ પામેલી હોય, શરીરે ધ્રુજતી હોય, પાછળ પિતાનું મોઢું ફેરવી બગાસું ખાતી હોય, કાદવ કે રાખમાં ચાળોટતી હોય, અથવા નહાતી હોય; દેરડી, હાડકું અને થવા વાળી તેણે પોતાના મુખમાં પડેલાં હેય; તું વાંકુ કરી રાખ્યું હોય;