________________
(૨૨)
જવલભ, ડીંગણે અથવા વામન અને આંધળું મનુષ્ય; એટલી બાબતે પ્રયાણ કરનારને સામે મળે તે તે વખત પ્રયાણ કરવું નહિ. ૬
दीन केशविमुक्तकाोपहदमानारूढकोगर्दभम् सोष्टःसरिभवाहनोपिरुदितश्वेत्यादिकंवर्जयेत् ॥ द्वाराघातबिडालयुद्धकलहरक्तांवरख्यत्ययो मागच्छक्कचयासितिष्टवचनंयात्रानिषेधायच ॥ ७॥
અર્થ–પ્રયાણ વખતે દરિદ્રિ, ગજે ( જેના માથામાં ખોડો થવાથી વાળ જતા રહ્યા હોય તે ), લાદ અથવા છાણ કરતું આવતું હોય એવા વાહન ઉપર બેઠેલે હય, ગધેડા ઉપર બેઠે હોય, ઉંટ ઉપર બેઠેલે હોય, પાડા ઉપર બેઠેલ હોય અને રુદન કરત; એટલાં પ્રયાણ વખતે સનમુખ મળે તે તે વખત પ્રયાણ કરવું નહિ; પ્રયાણ વખતે ઘરનાં કમાડ પિતાની મેળે આમણ સામણ અથડાય, બિલાડાંઓનું યુદ્ધ થતું હોય, ઘરમાં કલેશ થાય; કોઈને રાતાં વસ્ત્ર ધારણ કરાવી વધ કરવા લઈ જતા હોય, વસ્ત્રનું વિપરીતપણું થયું હોય, (શરીરે પહેરવાનું વસ્ત્ર જે સ્થાને જોઈએ તે સ્થાને ન હોય ને બીજા સ્થાને હોય જેમકે, પહેરવાનું અંગરખું ખભા ઉપર હય, પાઘડી બગલમાં હોય, પહેરવાનું છેતીયું માથે બાંધેલું હોય, એ વગેરે પ્રકાર) એટલા સન્મખ મળે તે વખત પ્રયાણ કરવું નહિ. વળી, પ્રયાણ વખતે કોઈ સ્વભાવેજ છે કે જઈશ નહિ. અથવા બેલે કે ક્યાં જાય છે? અથવા કહે કે, ઉભો રહે. એમ કઈ સહેજે પણ બોલે તે પ્રયાણ વખતે તે અપશુકન પ્રાણુના નાશનું સૂચનકર્તા છે. છ
श्यामापिंगलिकाशिवापरभृताछुच्छंदरीशूकरी पल्लीनांस्वस्थामजःशुभकरःपुंसंज्ञकानांतथा ॥ श्येनोभासकपीमयूरकरवःश्रीकंठ कश्चिप्यकाः शस्तादक्षिणवासिताश्वशकुनाःस्त्रीसंज्ञिकायेचते ॥ ८॥
અર્થ–દેવચકલી, ચીબરી અથવા ભૈરવ, શિયાળ, કોયલ, છછુંદરી, શુવરડી અને પલ્લી ( ગળી ). એટલનો સ્વર પ્રયાણ વખતે ડાબી તરફ થાય તે તે શુભ છે, તેમજ એજ પુરુષવાચક જનાવરો હોય તો તેમનો શબ્દ પણ પ્રયાણ વખતે ડાબી તરફ થાય તો તે શુભ છે; વળી પ્રયાણ વખતે 'થેન, ભાસપક્ષી, વાંદરે, મિર, અકાળે મૃગ, શ્રીકંઠ, અને ચીપક, એટલાં જનાવર જમણી તરફ બોલે તે તે શુભ છે, અને એ જ યાચક જનાવર પણ જમણી તરફ બોલે તો તે પણ શુભ છે. ૮
૧ બાજ, ૨ કુકડિયો કુંભાર. ૩ કાળું હરણ.