________________
અધ્યાય ૯ મો.
(૫૩) અર્થ--જે શાળા સાઠ હાથ લાંબી હોય તે જયેષ્ઠ માનની હોય એમ કહ્યું છે. તે છ માનની શાળાને વ્યાસ (૧૫) પંદર હાથ રાખ તથા મધ્યમ શાળાને વ્યાસ (૧૩) તેર હાથને અને કનિષ્ટ શાળાને વ્યાસ (૧૧) અગિચાર હાથ રાખવો. એવી જે અબ્ધશાળાઓ હોય તે અશ્વશાળાઓની ભિંને ઓસાર એક ગજ પહોળા રાખવે અને તે ભિંને ઉદય શાળાઓના અનુકમે સાડાપાંચ હાથને (પા) કરે; તે ઉત્તમ ઉદય કહ્યો છે. તથા પાંચ હાથને (૫) મધ્યમ ઉદય છે અને (૪) ચાર હાથને ઉદય હોય તે કનિષ્ટ ઉદય છે. ૨૫
શાસ્ત્રવિકસિત. तेजोहानिममीहयाविदधतेपूर्वापरास्यानणां तेयाम्योचरतोमुखाहिसततंकीतियशोधान्यकं ॥ कर्तव्योहिषणंप्रतीहकलशःस्थानंदिहस्तोदयं तस्यास्तोरणमुच्छ्रितंचमुनिभिहस्तैःसुशोभान्वितं ॥२६॥
અર્થ-ડાઓના મુખ પૂર્વ અને પશ્ચિમ દિશા સામે રાખી બાંધવા માં આવે તે ઘડાના માલિકના તેજની હાનિ થાય, અને દક્ષિણ કે પશ્ચિમ દિશા સામે મુખ રાખી ઘડી બાંધવામાં આવે તે ઘોડાના માલીકને કીત્તિ તથા યશ અને ધાન્યની વૃદ્ધિની પ્રાપ્તિ થાય. વળી ઘોડાના મુખ આગળ તેમને ખાવાની ઘાસ નાખવામાં આવે છે તે ઘાસ રહેવા માટે ઘડાના મુખ આગળ ક્ષણ કરવાનું કહ્યું છે અને તે પણ ઉપર કળશ કરવા, પણ ષણને ઉદય બે હાથ કરે તથા શા માટે તે ષણના પાયાથી શાળાના 'ઉદય સુધી સાત (૭) હાથ ઉંચું તેરણ કરવું. ૨૬
" વણ એટલે “ખંડ” નામ થાય છે. તેને મારવાડમાં “બંધ” કહે છે, તથા પંજાબમાં “ખુરલી” કહે છે, સંસ્કૃતમાં તેનું બીજું નામ “દનાષ્ટક ” છે ( ભજન અથવા ખાવાનો કે) પણ ગુજરાતી ભાષામાં તેનું બીજું નામ મળી આવતું નથી. ઘોડાઓના બાંધવાના આખા સ્થાનને થાન અથવા ઠાણ કહે છે, અગર ઘાસ નાખવાને ઠેકાણે ખીલે હોય છે તે ખીલા સાથે ઘોડાને બાંધવામાં આવે છે તેને અગાડી કહે છે પણ અગાડી તો આગળ શબ્દ હિંદુસ્તાની છે તે પણ તે તો બાંધવાની સરક થાય છે પણ સ્પષ્ટ સમજવા માટે ગુજરાતી ભાષામાં અમને નામ મળી આવ્યું નથી.
૧ શાળાનો ઉદય સાડાપાંચ, પાંચ અને ચાર હાથ કહ્યા છે. ( ત્રણ પ્રકાર છે તે ઉદય પણના ઉપરના ભાગેથી સમજવાનું છે, એટલે જે છ ઉદય છે તે પણ સહિત સાડાસાન હાથ થાય; મયમ ઉદય પણ સહિત સાત હાથ થાય અને કનિછ ઉદય પણ સહિત છ હાથ થાય.