________________
ઉપકાર પત્રિકા
શિલ્પશાસ્ત્રના ઘણા છે અપૂર્ણ અને અપાર અશુદ્ધ છે, તે જ પ્રમાણે રાજવલ્લભ હોવા છતાં શિલ્પકામ સારી રીતે જાણનાર અને શિલ્પના પુસ્તકેમાં જેને પ્રવેશ છે, એવા મારા પરમમિત્ર, યતિ હિમ્મતવિજયજી કસ્તુરવિ. જયજી એમણે અનેક પ્રતે દેશ પરદેશથી લાવી ગ્રંથ શુદ્ધ કરાવી ભાષાંતર કરાવી આપ્યું અને તમામ નકશાઓ પણ તેમના જ હાથે કરી ગ્રંથ તૈયાર કરાવ્યું અને તે જ રીતે મારા ઉપર પૂર્ણ પ્રીતિ રાખનાર શાસ્ત્રી મહાસુખરામ નારણજીએ તન મનથી એકાગ્ર ચિત્તે અને આજીવિકાનું નુકશાન થી ઘણું પ્રકારની મેહેનત કરી ગ્રંથનું ભાષાન્તર કરી આપ્યું. તેથી એ બને શુદ્ધ મનના પોપકારી પુરૂષને હું મોટો ઉપકાર માનું છું, આ ગ્રંથમાં જોડાએલા તેમના નામોની અમર કીર્તિ દેશાન્તમાં જય પામે. તથાસ્તુ.