________________
૧૨૯
यद्यथा स्थापितं वास्तु तत्तथैव हि कारयेत् । अव्यङ्गं चालितं वास्तु दारुणं कुरुते भयम् ॥ २४ ॥ खण्डितं स्फुटितं भानं चलितं चालितं तथा । पतितं पातितं जीर्णमामिलीढं समुद्धरेत् ॥ २५ ॥
अपराजित
જે મંદિર ચલિત ન થઈ શકે તેવું, ન પડે તેવું હોય તે, વિદ્વાન બ્રાહ્મણનું ધર કે શિવાલય એ સર્વ પડે તેવું ન હોય છતાં પાડે તે દેશ અને રાષ્ટ્રનો નાશ થાય છે. ' જે વાસ્તુ સ્થાપિસ્થિર હોય તેને નિષ્કારણ પાડે છે તે વાસ્તુ વાં, ચાળેલું, પાડવા
જેવું ન હોય છતાં જો પાડે તે મહાભયંકર ભય ઉપજાવે. ખંડિત થયેલું, ફાટેલું, ભાંગેલું, ચલિત થયેલું કે ચાળેલું પડેલું કે અપવિત્ર થયેલું, છર્ણ અને અગ્નિથી બનેલું હોય તેવા વાસ્તુને જ જીર્ણોદ્ધાર કરી શકાય. ૨૩-૨૫
अथ चेत् चालयेत्ततु जीर्ण व्यङ्गं च दूषितम् । आचार्य शिल्पिभिः प्राज्ञः शास्त्रदृष्टया समुद्धरेत् ॥ २६ ॥ स्वर्णजं रूप्यजं वापि कुर्यान्नागवृषादिकम् । तस्य शृङ्गेन दन्तेन पतितं पातयेत्सुधीः ॥ २७ ॥
अपराजित
જે જીર્ણ પ્રાસાદ વાસ્તુ પડી જાય તેવું વાંકુ ને ચલિત કરવા જેવું દૂષિત હોય તે બુદ્ધિમાન પુરુષેએ આચાર્ય અને કુશળ શિપીને બોલાવી તેને શાસ્ત્ર દષ્ટિથી જીર્ણોદ્ધાર કરાવવો. સુવર્ણ કે ચાંદીના હાથીના દંતૂશળે કે નંદીના શિંગડેથી પહેલાં પડે તેવું હોય તેને પાડવાનો પ્રારંભ કરો. ૨૬-૨૭ (શુભ મુહૂર્તમાં વાસ્તુદેવનું પૂજન અને શિલ્પીને સંતુષ્ટ કરવા.)
तद्रूपे(पं) तत्प्रमाणं च पूर्वसूत्रं न चालयेत् । हीने तु जायते हानिरधिके स्वजनक्षयः ॥ २८ ॥ वास्तुद्रव्याधिकं कुर्यात् मृत्काष्ठे शैलजं हि वा ।।
शैलजे धातुजं चैव धातुजे रत्नजं तथा ॥ २९ ॥ જીર્ણોદ્ધાર કરતાં જૂનું જે માપનું લાંબું પહેલું કે ઉચું હોય તે જ માપનું કરવું. તેનું પૂર્વસૂત્ર ચાળવવું નહીં. જે પહેલાના જનાથી ઓછું કરે તે હાનિ-નુકસાન થાય અને મેટું કરે તો પોતાના કુટુંબ પરિવારને નાશ થાય. પ્રાસાદાદિ વાસ્તુકાર્યને જીર્ણોદ્ધાર કરતાં જે
વ્યનું હેય તેનાથી અધિક દ્રવ્યનું કરવું અર્થાત માટીનું હોય તે ઈટ કાષ્ઠનું કરવું. ઈંટનું હેય તે પાષાણનું કરવું અને પાષાણનું હોય તો ધાતુરત્નનું કરવું. ૨૮-૨૯
दिशिलो [4] पदलोपं च गर्भलोपं तथैव च । उभयौ नरके यान्ति (तः) स्वामिसर्वधनक्षयः ॥ ३० ॥