________________
देवीः क्रूरान् यमांदीश्च भाषान्नैः सुरयामिषैः। अपरान् घृतपक्वान्नः सर्वान् स्वर्णसुगन्धिभिः ॥ ११४ ॥
તિ વાસ્તુપુરુવિન્યાસ: દેવીઓને અને યમ આદિ ક્રૂર દેને અડદના વડા, મદિરા અને માંસ આદિથી અને બીજાં બધાં દેવને ઘી, માલપુડા આદિ પકવાન, સોના અને સુગંધિત પદાર્થોથી પૂજવા જોઈએ. જે ૧૧૪ શાસ્ત્ર પ્રશંસા
एकेन शास्त्रेण गुणाधिकेन, विना द्वितीयेन पदार्थसिद्धिः। तस्मात् प्रकारान्तरतो विलोक्य,
मणिगुणादयोऽपि सहायकासी ॥ ११५ ।। આ ગ્રંથના કરનાર શ્રીમંડનસૂત્રધાર કહે છે કે શિલ્પશાસ્ત્ર અનેક છે, તેમાં આ અધિક ગુણવાળા શિલ્પશાસ્ત્ર હોવા છતાં પણ બીજાં શિલ્પશાસ્ત્ર જાણ્યા વિના વાસ્તવિક પદાર્થ સિદ્ધિ થતી નથી. તે માટે પ્રકારાન્તરે બીજા શિલ્પશાસ્ત્ર પણ જોવા જોઈએ. જેમકે મણું અધિક ગુણવાળી હોવા છતાં પણ એકલી શોભા આપતી નથી, પણ સોના આદિ પદાર્થની સાથે અધિક શોભાયમાન થાય છે, તેવી રીતે શિલ્પના અનેક શાસ્ત્ર જેવાથી શિલ્પી શિલ્પશાસ્ત્રના વિદ્વાન થાય છે. જે ૧૧૫ અંતિમ મંગલ
श्रीविश्वकर्मगणनाथमहेशचण्डी-, श्रीविश्वरूपजगदीश्वरसुप्रसादात् । प्रासादमण्डनमिदं रुचिरं चकार, श्रीमण्डनो गुणवतां भूवि सूत्रधारः ॥ ११६ ॥ इतिश्री सूत्रधारमण्डनविरचिते वास्तुशास्त्रे प्रासादमण्डनेऽष्ठमोऽध्यायः समाप्तः ॥ ८ ॥
सम्पूर्णोऽयं ग्रंथः। શ્રી વિશ્વકર્મા, ગણપતિ, મહાદેવ, ચંડીદેવી અને વિશ્વસ્વરૂપ શ્રી જગદીશ્વરની કૃપાથી, જગતમાં ગુણવાન અને વિદ્વાનોમાં સુપ્રસિદ્ધ મંડન નામને સૂત્રધાર છે. તેણે પ્રાસાદ નિર્માણ વિધિને આ પ્રાસાદમંડન નામનો ગ્રંથ આનંદપૂર્વક બનાવ્યો.
ઈતિશ્રી પંડિત ભગવાનદાસ જેને આ પ્રાસાદમંડનના આઠમા અધ્યાયની સુધિની નામની ભાષા ટીકા સમાપ્ત કરી. શ્રીરતુ.