________________
પ્રાસાદમાને મંડપનું માન વિશેષ પ્રકારે કહે છે –
समं सपाद पचासत्पर्यन्तं दशहस्तकात् । दशान्तं पञ्चतः सार्धं द्विपादोनं चतुष्करे ॥५॥ त्रिहस्ते द्विगुणं द्वयेक-हस्तेः कुर्याच्चतुष्किकाम् ।
प्रायेण मण्डपं सार्धं द्विगुणं प्रत्यलिन्दकैः ॥६॥ દશથી પચાસ હાથ સુધીના પ્રાસાદેને બરાબરના અથવા સવાયા મંડપ કરવાં. પાંચ હાથથી દશ હાથ સુધીના પ્રાસાદને દે, ચાર હાથના પ્રાસાદને પણ બે ગણો, ત્રણ હાથના પ્રાસાદને બમણો મંડપ કર. બે અને એક હાથનાં પ્રાસાદને મંડપને ઠેકાણે ચોકી કરવી. ઘણું કરી મંડપ દોઢ અથવા બમણો કરે, તે અલિંદના માને જાણો. ૫ ૫ ૬
ઘૂમટના કલશની ઊંચાઈ–
मण्डपे स्तम्भपहादि-मध्यपट्टानुसारतः ।
शुकनाससमा घण्टा न्यूना श्रेष्ठा न चाधिका ॥७॥ મંડપમાં થાંભલા અને પાટ આદિ સર્વ ગભારાના પાટ આદિના માનાનુસાર રાખવાં જોઈએ, ઘુમટના કલશની ઊંચાઈ શુકનાસન બરાબર રાખે. તથા કમ રાખે તે શ્રેષ્ઠ છે, પણ અધિક નહિ રાખવી. છ અપરાજિત પચ્છા સૂત્ર ૧૮૫માં લેક ૧માં લખ્યું છે કે –
'शुकनासेसमा घण्टा न न्यूना न ततोऽधिका।" અર્થાત્ ઘુમટના કલશની ઊંચાઈ શુકનારાની બરાબર રાખવી, ઓછી વધતી રાખવી
મંડપના સમવિષમ તલ–
मुखमण्डपसङ्घाटो यदा भित्त्यन्तरे भवेत् ।
न दोषः स्तम्भपहायैः समं च विषमं तलम् ॥८॥ ગભારે અને મંડપની વચમાં જે ભીંતનું અંતર હોય તો મંડપમાં સ્તંભ પાટ અને તલ વિભાગ, એ સમ અથવા વિષમ (ઓછા વધતાં માનના) કરવામાં આવે તે દેષ નથી. આ ૮ )