________________
છે
:
મિસ્ત્રી નર્મદાશંકરભાઈએ “શિલ્પરત્નાકર' માં કેસરી જાતિને બીજે સર્વભદ્ર પ્રાસાદ નવ મૂંગવાળો જણાવ્યો છે. તેમાં ચારે ખૂણે અને ચારે કે એક એક શ્રેગ ચઢાવેલ છે તે શાસ્ત્રીય નથી. શાસ્ત્રમાં તે ખૂણું ઉપર બે બે ભૃગ ચઢાવવાનું અને ભદ્ર ઉપર શૃંગ નહિ ચઢાવવાનું લખ્યું છે. જુઓ ક્ષીરાણુ'માં સાફ લખેલ છે કે- જૈra fr - i વિવર્મા ' આ પ્રમાણે સેમપુરા અંબારામ વિશ્વનાથ પ્રકાશિત “કેસરાદિપ્રાસાદમંડન' પૃષ્ઠ નં. ૨૫ લેક ૧૪ છે. આ શ્લોકને બદલે “ને જો તથા કાર્ય મળે # સર !' આ પ્રમાણે પાડનું પરિવર્તન કરી નાખ્યું છે. આ પ્રાચીન વાસ્તુશિલ્પ ગ્રંથને વિકૃત કરવો યોગ્ય ગણાય નહિ.
આ “શિલ્પરનાકર'નું અનુકરણ “દીપાવણના અનુવાદ પણ કરેલ છે. જુઓ દીપાર્ણવ પૃષ્ઠ નં. ૩૨૧માં સર્વતોભદ્ર શિખરને બ્લોક, પરિશિષ્ટ ન. ૨ માં જિનપ્રસાદનું વર્ણન છે. આ પ્રાસાદા ઉપર શ્રીવત્સ શૃંગોને બદલે કેસરી આદિ ક્રમ ચઢાવવાનું જણાવેલ છે. તેમાં પહેલો ક્રમ પાંચ શૃંગવાળો, બીજો ક્રમ નવ વાળો, ત્રીજો ક્રમ તેર શૃંગોવાળો અને ચોથો ક્રમ સત્તર (૧૭) ગોવાળે છે. અર્થાત કેસરી આદિ પ્રાસાદની શૃંગસંખ્યાને ક્રમની સંજ્ઞા આપી છે. શાસ્ત્રકાર જેટલા ક્રમ ઓછા-વધતા ચઢાવવાનું જણાવે છે ત્યાં શિપીવર્ગ નીચેની પંક્તિમાં એક જ જાતના ક્રમ ચડાવે છે ત્યારે શાસ્ત્રાનુસાર ઉપરની પંક્તિમાં એક જ જાતના ક્રમ ચઢાવાય છે. જેમંકે સમદલ પ્રસાદ છે, તેના ખૂણા ઉપર ચાર ક્રમ, પરા ઉપર ત્રણ કમ અને ઉપર,ઉપર બે ક્રમ ચઢાવવા જોઈએ. આ ઠેકાણે શિપીએ નીચેની પંક્તિમાં ચોથું ૧૭ ઇંગવાળ કમ બધાં અંગેની ઉપર ચઢાવે છે. તેની ઉપર, બીજી પંક્તિમાં ત્રીજું ક્રમ, ત્રીજી પંક્તિમાં બીજું ક્રમ અને ચોથી પંક્તિમાં પહેલું કામ ચઢાવે છે. આ નિયમ અશાસ્ત્રીય છે અને પ્રાચીન દેવાલયોમાં પણ આ પ્રમાણે જોવામાં આવતું નથી. શાસ્ત્રીય નિયમ એવો છે કે-જે અંગ ઉપર જેટલા કમો ચઢાવવાના હોય તે બધાં અંગોમાં પ્રથમ ક્રમથી જ ચઢાવે, એટલે નીચેની પંક્તિમાં જે અંગ ઉપર ચાર ક્રમ ચઢાવવાના હોય ત્યાં ચોથું દમ, ત્રણ ક્રમ ચઢાવવાના હોય ત્યાં ત્રીજું કમ અને બે કમ ચઢાવવાનાં હોય તે અંગ ઉપર બીજું કેમ ચઢાવવું. જુઓ
અપરાજિતપૃચ્છા'ના વિમાન પુષ્યકાદિ પ્રાસાદે. આ શાસ્ત્રીય નિયમ પ્રમાણે શિલ્પીઓએ કામ કરવું જોઈએ. જો કે “શિપરત્નાકર” અને “દીપાવમાં આ જિનપ્રાસાદે છપાયેલ છે, તેમાં તેમના હિસાબે શિખરોની શૃંગસંખ્યા બરાબર મળતી આવતી નથી, જેથી જણાય છે કે તેમણે તે બાબત વિચાર કરેલો નહીં હોય.
મોતીસિંહ ભોમીયાને રસ્તો,
જયપુરસીટી (રાજસ્થાન) સં. ૨૦૧૭ અક્ષયતૃતીયાં.
ભગવાનદાસ જન