________________
આથી ફાગણ વદી અમાસના રાજ જે નક્ષત્ર ઉપર ગુરુ હોય, તેના ઉપરથી જે મહીને બનતું હોય તે નામનું વર્ષ કહેવાય. ચિત્ર વર્ષ, વૈશાખ વર્ષ ઈત્યાદિ.
વર્ષ પ્રબંધમાં તથા રામ વિનેદમાં કહ્યું છે કેઅથાતઃ સંપ્રવક્ષ્યામિ ગુરુચારમનુત્તમમ | અને ગુરુચારેણું પ્રભવાઘબ્દસંભવઃ |
ઈત્યાદિથી વર્ષારભે ગુરુ જે નક્ષત્રમાં હોય તે ઉપરથી વર્ષની કાર્તિકી સંજ્ઞા ઉપરવત બતાવી પછી ફલ કહ્યું છે.
કાર્તિક નામને સંવત્સર હોય તે અગ્નિ તેમજ ગાયથી આજીવિકા ચલાવનારાઓને પીડા થાય. શઆ ભય, અગ્નિ ભય વગેરે થાય. પરંતુ ફૂલ તથા રંગથી આજીવિકા ચલાવનારાઓની વૃદ્ધિ થાય.
માગશર વર્ષમાં અપવૃષ્ટિ થાય. અને અનેક પ્રકારે અનાજની હાની થાય. રાજાએ અંદર અંદર લડયા કરે.
પષ નામના વર્ષમાં બધા લોકો દેવ ગુરૂનું પૂજન વંદન કરનારા અને સુખી થાય. ખેતીને માફકસરને વરસાદ આવે, અને સાર્વત્રિક કલ્યાણ થાય.
માઘ નામના સંવત્સરમાં સંપત્તિની વૃદ્ધિ થાય, દરેક પ્રાણીએનું કલ્યાણ થાય. વરસાદ સારો પડે.
ફાગુન નામના વર્ષમાં ચાર ભીતિ, સ્ત્રીઓનું દુરાચરણ, ખંડ વૃષ્ટિ અને અનેક પ્રકારના ઉપદ્રવ થાય.
ચિત્ર નામના વર્ષમાં રાજાએ શાંત રહે. સ્ત્રીઓ અ૫ પ્રજા વાળી થાય (નવીન પ્રજા ઓછી થાય) અલ્પ વૃષ્ટિ થાય. રાગ ચાલે. ધાન્ય થાય.
વૈશાખ નામના વર્ષમાં રાજાએ ધર્માચરણ વાળા થાય. બાથાણે યજ્ઞાદિ કર્મોમાં રત રહે અને જગત ઉપર આનંદ રહે.
જેઠ નામના વર્ષમાં ધાર્મિક લેકેને પીડા થાય. અને દુકાળ ૨હે.