________________
છે. અને વિસંવાદી વિષય ઉપર નિશ્ચયાત્મક ટીપ્પણી કરી છે.
ગ્રંથકારની ગ્રંથારંભની બીજી ગાથાને ખ્યાલમાં રાખી તે મુજબ સાત પ્રકારની મેંજ રોજના કરી છે, અને વિવાહ, યાત્રા, વાસ્તુ ઇત્યાદિને મુહૂર્ત પ્રકરણમાં અવાંતર પ્રકરણ તરીકે જ્યાં છે.
સાતમાં જે પ્રકરણ ઉપર ગોરધનદાસની ટીકા નિરર્થક લાગવાથી તે છેડી દઈ મેં પોતેજ વિવેચન કર્યું છે.
આમ આ ગ્રંથ બને તેટલે શુદ્ધ, સ્પષ્ટ અને સુંદર બનાવવા પ્રયત્ન કર્યો છે. મને કેટલી સફળતા મળી છે, તે તે સંપાદનકલાના વિદ્વાનો અને આ વિષય (જ્યોતિષ) ના નિષ્ણાત નક્કી કરશે.
આ ગ્રંથને ઉપયોગ કરનારા વર્ગને વિઠી પણ સહાય થાય, તેમજ ગ્રંથકારની કૃતિનું અંગવિચ્છેદન ન થતાં તે સર્વાગ સુંદર રહે એટલીજ મેં અભિલાષા રાખી છે, અને ભગવાનની કૃપાથી તેમ બન્યું છે, એમ મારું માનવું છે. પછી તો તેની ઈછા ! માગશર વદ ૭ શનિવાર A સંવત ૨૦૦૪
- હિમતરામ મહાશકર જની મણિયાશાની ખડકો, ખાડીમાં
અમદાવાદ