________________
તથા બીજ, ત્રીજ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, દશમ, અગિયારસ, તેરશ અને પૂનમ આ તિથિઓએ ઉપણવું. અથ નવું ધાન્ય ખળામાંથી ઘેર લાવવાનું મૂહુર્ત
હસ્ત, ચિત્રા, સ્વાતિ, ઉત્તરા ૩ મઘા, ધનિષ્ઠા, રહિણ, મૃગશિર, પુષ્ય, શ્રવણુ, અનુરાધા, રેવતિ, ભરણી આ નક્ષત્રો. સમવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવાર આ ચાર વારે. બીજ, ત્રીજ, પાંચમ, દશમ, અગિયારશ, બારશ, તેરશ અને પૂનમ આ તિથિઓએ શુભ લગ્નમાં અનાજ ઘેર લાવવું જોઈએ. અથ અરહેટ-ધા-કેલ ઈત્યાદિ ચાલુ કરવાનું મુહૂર્ત–
મૃગ, ધનિષ્ઠા, અશ્વિની, હસ્ત, ચિત્રા, અનુરાધા, સ્વાતિ, પુષ્ય, ચેષ્ટા, પુનર્વસુ અને રેવતિ વગેરે તિર્યમુખ નક્ષત્ર લેવાં અને શુભ વાર શુભ તિથિ અને શુભ લગ્ન આવે છતે ઘાણી. કેલ, અરહટ વગેરે યંત્ર ચાલુ કરવા.
કુંભારને નિભાડા ચેતાવવાનું મુહૂર્ત આમાં દર્શાવ્યું નથી. પરંતુ ચર ચલાદિ નક્ષત્રમાં આગ મુકવી-દાહ કરે વગેરે જણાવેલું છે. કલાલની ભઠ્ઠી માટે પણ આ જ નક્ષત્રો લેવાં.
કુવાના અરહટ, ચિચુડા, ઘાંચીની ઘાણી, શેરડીનાં કેલુ, આટાની ઘંટી વગેરે કઈ પણ મશીને પ્રથમ ચલાવવામાં તિર્ય. મુખ નક્ષત્રો લેવાં.
અથ તિર્મયુખે મિશ્ર પ્રકરણ ક ૮૯ માં નાગવહાણ ચલાવવાનું મુહૂર્ત આ પ્રમાણે બતાવેલ છે.
યેષ્ઠભયં વિશાખાદ્ધ શહિણી ભરણ દ્વયમ ! આશ્લેષાં ચ વિહાયાન્ય નક્ષત્રકે ગુરી ભૂગી છે સલ્લને સત્તિથી નાવ ઘટ્ટન તારણું શુભમ ૧દા
અર્થાત– ષ્ઠા, મૂલ, વિશાખા, આઠં, રોહિણી, ભરણી, કૃતિકા અને આલેષા. આ આઠ નક્ષત્ર છોડીને બાકીનાં નક્ષત્ર લેવાં. વાર રવિ, ગુરૂ અને શુક લેવા. શુભતિથિ, શુભ લગ્ન અને શુભ ગ્રહ અથવા શુભગ્રહની દષ્ટિ હોય તેવા શુભ લગ્નમાં