________________
વિવાહ લગ્નશુદ્ધિમાં નિષેધ ગ્રહોને સ્થાન.
વિવાહ વખતે ચંદ્રબલ વરકન્યા બંનેનું જેવું. ચંદ્રમાં ૪-૮-૧૨ મે અશુભ ગણાય છે. પરંતુ કેટલાકના મતે ૧૨ મે હાનિકર્તા નથી. તેમજ વદ ૮ થી સુદી ૫ સુધી ૪-૮ મે હેય તે પણ દોષ ગણાતું નથી તે પણ કદાપિ બેમાંથી કોઈને બારમે ચંદ્રમાં હોય તે એકવડી, ચેથાની બમણી ને ૮ મા ચંદ્રની ત્રણ ગણી પૂજા કરવાથી દેષ લાગતું નથી. કેટલાક આચાર્યોને મત
એ છે કે વરને ૧૨ મે ચંદ્ર લેવે પણ કન્યાને ૧૨ મો ને જન્મને બે છેડી દેવા. વળી કેટલાકના મતે જન્મના ચંદ્રને પણ લગ્ન વખતે તજ પરંતુ વરાહમિહિરને ચોક્કસ મત છે કે વિવાહમાં જન્મને ચંદ્ર કાંઈ પણ હાનિ કરતું નથી, પરંતુ માત્ર શોરકમ (પ્રથમ વાળમુંડન) માં અને પરદેશગમનમાં અશુભ છે. ઘાતચંદ્ર વિવાહમાં બાધાકારક નથી પરંતુ પરદેશ ગમનાદિમાં બાધાકારક છે. અથ ગુરૂમલ--
કન્યાને ૧–૩–૪–૧૦ મો ગુરૂ નબળો ગણાય છે, તેની પૂજા કરવી પરંતુ ૪-૮ અને ૧૨ મે પણ અનુકૂળ થતો નથી, પરંતુ જે તે ગુરૂ વહી કે ઉંચને હોય તે અનુકૂળ થાય છે. વળી ખાસ કાર્ય પરત્વે ૪-૧૨ ની બમણ મટી પૂજા કરવી, પરંતુ ૮ મેં તો બને ત્યાં સુધી જ લેવો, છેવટે તે જ પડે તે ત્રણ ગણી પૂજા કરવી. અત્યારના સમયમાં તો મોટી જ કન્યાનું લગ્ન લેવાતું હોવાથી અને ૧૩ વર્ષની ઉપરની કન્યાને આ ડેષ લાગત નહિ હોવાથી આ પ્રસંગ ઉભે જ થતું નથી. વળી જાતિય સંગ્રહમાં આ પ્રમાણે લખેલું છે—
તીર્થયાત્રા વિવાહે ચ પ્રાશને ચ ગ્રતાદિષ મંગલે સર્વ કાર્યેષુ ઘાતચંદો ન ચિતયેત છે
વળી સ્ત્રીને ૧૨ મે ચંદ્ર અને વાત માત્ર પરદેશગમનમાં જ તજવો એ પણ મત છે.