________________
૩૨ : સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
સારાંશ – શ્રી હેમચંદ્રસૂરિજીનું વ્યાકરણ એક મૌલિક રચના ન હોવા છતાં હું સહસપૂર્વક કહીશ કે આ વ્યાકરણ ભારતના મધ્યકાલીન સમયનું સર્વશ્રેષ્ઠ વ્યાકરણ છે. તેના કર્તાએ પિતાથી પ્રાચીન વૈયાકરની સામગ્રી સાથે પોતાની પ્રતિભાદ્વારા એવી ગૂથણી કરી છે કે તેમણે અ વિક સંજ્ઞાની નિરર્થક મહેનત બચાવી સંસ્કૃતના અભ્યાસને અનુકૂળતા કરી આપી છે. હું તેમના અનુયાયીઓને આ દ્વારે વહેલી તકે તેને છાજે એવી સંશોધનાત્મક આવૃત્તિ તૈયાર કરવાનું કહીશ.
આ બધી વિગતોને જોતાં શ્રી હેમચંદ્રાચાર્યજીને પ્રયત્ન ભારતના મધ્યયુગીન કાળમાં સર્વોત્તમ ગણાય એમાં નવાઈ નથી. એમના સમયમાં પણ પ્રાચીન વયાકરણને પછાત કરી મૂકે એવી તેમની રચનાચાતુરી વખણાઈ હશે. “પ્રબંધચિ તામણિ કારના નીચેના શ્લોકમાં તત્કાલીન સમયનું પ્રતિબબ આપણે નિહાળી શકીએ છીએ
ઝાતા! પાણિનિપ્રતિં વાતત્રવાળા ગ્રંથા मा कार्षीः कटु शाकटायनवचः क्षुद्रेण चान्द्रेण किम् । किं कण्ठाभरणादिभिर्बठरयस्यात्मानमन्यैरपि,
श्रूयन्ते यदि तावदर्थमधुरा. श्रीसिद्धहेमोक्तयः॥" –“ભાઈ ! જે અર્થ મધુર સિદ્ધહેમનાં વચનો સભળાય તો પાણિનિને પ્રલા૫ બંધ થવા દે; કાતંત્ર વ્યાકરણરૂપી કંથાને નકામી ગણુ; શાકટાયનના વ્યાકરણનાં કટુ વચને કાઢ નહિ; ક્ષુદ્ર ચાંદ્ર વ્યાકરણને શું ઉપયોગ છે? અને કાભરણાદિ અન્ય વ્યાકરણોથી શા માટે આત્માને જડ કરે છે?”
એકલા શ્રી હેમચંદ્રાચાર્યે જ વ્યાજણનાં પાંચ અંગો વ્યાં છે એ અગાઉ જણાવ્યું છે અને તે પર વાર્તિકની પણ જરૂર ન પડે એવી કુશળતાથી રચના કરી એ જ આ વ્યાકરણનું મહત્વ છે. બીજાં વ્યાકરણમાં તે સૂત્ર કોઈ રચે તે વૃત્તિ કોઈ બીજા વળી, ઉણાદિ, ધાતુપાઠ અને લિંગાનુશાસન કેઈ ત્રીજા-ચોથાના હાથે રચાય, પણ આ વ્યાકરણનાં પાંચે અંગેના તો એક જ હોવાથી “સિદ્ધહેમ શબ્દાનુશાસન'ની એ વિશેષતા સૌને હૃદયંગમ બની રહે છે અને કઈ પણ શંકાનું એક જ હાથે આલેખાયેલું એકસરખું સમાધાન આપણે મેળવી શકીએ છીએ. વ્યાકરણના પ્રગો સિદ્ધ કરતું “યાશ્રય મહાકાવ્ય' રચીને પણ પિતાના વ્યાકરણના વિદ્યાર્થીઓની પરમુખ અપેક્ષા તેમણે દૂર કરી છે.
આ “ભાશ્રય કાવ્ય ની વિશેષતા આ મર્યાદિત લેખમાં દર્શાવવી શક્ય નથી પણ એટલું કહેવું જરૂરી છે કે ભરિના “ભદ્રિકા' કરતાં સુંદર શૈલીમાં આ કાવ્યની રચના થઈ છે; એટલું જ નહિ પણ ભદિકાવ્ય'માં પ્રયોગોને ક્રમ પુરસ્સર સાધવાને ઉદ્દેશ રખાયો નથી, ત્યારે “યાશ્રય કાવ્ય” પ્રત્યેક સૂત્રના ક્રમાનુસાર પ્રયોગ સિદ્ધ કરતું, ચૌલુકયવંશની વંશાવળીમાં મુખ્યત્વે સમકાલીન ગૂર્જરનરેશ સિદ્ધરાજ અને કુમારપાળ વગેરેની જીવનકથા આલેખતું પ્રવાહબદ્ધ ચાલ્યું જાય છે. આજે એ કાવ્ય ગુજરાતના સોલંકીવંશના ઈતિહાસને નક્કર ખજાને બની રહ્યું છે. “સંસ્કૃત થાશ્રય કાવ્યમાં ૨૦ સર્ગો છે અને તેમાં સિદ્ધરાજ સુધીનો ઈતિહાસ પૂર્ણપણે આલેખાયેલે પ્રાપ્ત થાય છે. પ્રાકૃત દ્વયાશ્રય' એ જ રીતે આઠમા અધ્યાયના પ્રાકૃત સૂત્રોના પ્રયોગો સાધતું અને કુમારપાલનરેશને તિહાસ દર્શાવતું આઠ સર્ગમાં રચાયું છે.
છો. હેમચંદ્રાચાર્યે ન કેવળ સંસ્કૃત ભાષાનું જ એકલું વ્યાકરણ બનાવ્યું પણ આઠમા અધ્યાયમાં ૧ પ્રાકૃત, ૨ શૌરસેની, ૩ માગધી ૪ પૈશાચી, ૫ ચૂલિકાપૈશાચી અને ૬ ‘અપભ્રંશ; એમ થે