________________
પૂ.ભાઈશ્રી” ના આ પુસ્તકના પ્રકાશન અર્થે આત્માર્થી સ્વ. રેવાબેન નાગરદાસ ટીંબડીયાના સ્મરણ અર્થે રૂા. ૫૧,૦૦૦/- ની દાનરાશિ પ્રાપ્ત થયેલ છે. સંસ્થા તેમના આ કાર્ય બદલ ખૂબ આભારી છે.
આ પુસ્તકનું સુંદર રીતે લેસર ટાઈપ સેટીંગ તથા પુસ્તકના ફ્રન્ટ પેઈજ, કલર પેઈજ વિગેરે સુંદર બનાવી આપવા બદલ Designડદowહ વાળા શ્રી અમરભાઈ પોપટ તથા પુસ્તક છાપવામાં સહકાર આપવા બદલ ““શાર્પ ઑફસેટ પ્રિન્ટર્સ' વાળા શ્રી ધર્મેશભાઈ શાહનો સંસ્થા આભાર માને છે.
અમારા શ્રી કુંદકુંદ કહાનામૃત પ્રભાવના મંદિર ટ્રસ્ટનું આ “અનેકાંત અમૃત” તે નવમું પુસ્તક છે. આ પુસ્તક પ્રકાશનમાં અજાણતાં કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે બદલી અમો ક્ષમા માંગીએ છીએ. અને મુમુક્ષુગણ પાસે માર્ગદર્શનની અપેક્ષા પણ રાખીએ છીએ.
અંતમાં આ પુસ્તકના સ્વાધ્યાયથી સૌ મુમુક્ષુઓ પૂ. ભાઈશ્રી” નું હૃદય સમજી ને પોતાના જ્ઞાનમાં અવધારીને ત્વરિત પોતાના જ્ઞાયકદેવના દર્શન કરી ભે તેવી મંગલભાવના.
આ પુસ્તક http://www.AtmaDharma.com ની Website પર મૂકેલ છે.
શ્રી કુંદકુંદ કહાનામૃત પ્રભાવના મંદિર ટ્રસ્ટ
રાજકોટ.