________________
પ્રતિભાસ કાઢી શકાતો નથી. નૈમિત્તિકભૂત યાકારો જ્ઞાનની પર્યાય છે. જોયાકાર તો જ્ઞાનમાં થાય છે તેનો નિષેધ ન થઈ શકે.
વિભાગ - ૨ જ્ઞાયક અબદ્ધ-મુક્ત છે તે પરમપરિણામિકભાવે છે. પ્રગટ થતો ઉપયોગ પર્યાયાર્થિક નયના પરિણામિકભાવે છે. તેમાં સ્વપરનો પ્રતિભાસ છે તેનું નામ જોયાકાર જ્ઞાન છે. અહીં સુધી તો સ્વભાવ છે. ત્યારબાદ લક્ષ ક્યાં જાય છે, તેના ઉપરથી કોઈ સમ્યજ્ઞાની થાય છે અને કોઈ મિથ્યાજ્ઞાની થઈ જાય છે. ઉપયોગમાં પ્રતિભાસ થઈ ગયો છે, થઈ રહ્યો છે. ઉપયોગમાં માત્ર જાણવું છે. આઠેય જ્ઞાનમાં પ્રતિભાસ છે. જ્ઞાન એક જ છે જ્ઞાન બે નથી. સ્વને પ્રકાશવાવાળું જ્ઞાન જુદું ને પરને પ્રકાશવાવાળું જ્ઞાન જુદું એમ બે જ્ઞાન નથી. ઉપયોગ આત્માના પરિણામ છે. નવતત્ત્વ આત્માના પરિણામ નથી. પ્રતિભાસનું પેટ બહુ મોટું છે. તેના કરતાં જ્ઞાનનું પેટ મોટું છે. પ્રતિભાસની મુખ્યતાથી ૪૮૪૯ ગાથા સાંભળજે તો જ તે સમજાશે.
પ્રતિભાસ થાય છે માટે જાણવું અનિવાર્ય છે? તેનો ખુલાસો. જ મિથ્યાષ્ટિનો ઉપયોગ પણ સ્વચ્છ છે.
જાણવું કેવી રીતે થાય ને જાણેલાનું શ્રદ્ધાન શું? પ્રતિભાસનો નિષેધ નથી લક્ષનો નિષેધ છે. પ્રતિભાસ બે ના લક્ષ એકનું. પ્રતિભાસ
ચમત્કારિક શબ્દ છે. જ ખરેખર લક્ષણ તો ઉપયોગ છે-મશ્રિત લક્ષણ નથી. શા માટે ?
આ “અનેકાંત અમૃત” પુસ્તકમાં પૂ.ભાઈશ્રીએ ઉપરોક્ત મુદ્દાઓ તથા બીજા ઘણાં બધાં વિષયો સ્પષ્ટ કરેલ છે. વધારે વિસ્તારથી ન લખતા મુમુક્ષુઓને આ પુસ્તકનો નિરંતર સ્વાધ્યાય કરવાથી જ બધું સ્પષ્ટ થઈ જશે.
પૂ. ‘ભાઈશ્રી લાલચંદભાઈની ૯૯ મી જન્મજયંતિના સુઅવસરે “અનેકાંત અમૃત નામનું પુસ્તક પ્રકાશિત કરતા સંસ્થા હર્ષ અનુભવે છે. આ પ્રવચનો ઓડિયો તથા વિડીયો કેસેટમાંથી અક્ષરશઃ ઉતારીને પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ કાર્યમાં જે મુમુક્ષુઓનો સહકાર સંસ્થાને મળેલ છે તેનો સંસ્થા અંતઃકરણપૂર્વક આભાર માને છે.