________________
અનેકાંત અમૃત
છે. સેટીકામાં લીધું છે કે હું પરને જાણું છું તે તો પ્રમાણથી બહાર ગયો. તેમાં પ્રમાણ ક્યાં રહ્યું ? આ અમારી જગ્યા તો મોર્ડન ગુફા જેવી છે.
જો આ આવ્યું ને પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની છે તે કહે છે કે હું પરને જાણું છું. વિશ્વ જ્ઞાન છે અર્થાત્ સર્વ શેય પદાર્થો આત્મા છે તેથી ભેદજ્ઞાન ન થયું ને પ્રમાણની બહાર ગયો. પ્રમાણની બહાર ગયો એટલે બે દ્રવ્યની એકતા થઈને જ્ઞેય જ્ઞાયકનો સંકરદોષ થઈ ગયો. એમ વિચારીને સર્વને સમસ્ત વિશ્વને નિજતત્ત્વની આશાથી દેખીને આ બધું હું છું, આ બધું મારું છે. આ બધું દેખાય છે ને તે મારું છે તેમ માન્યું. દેખનાર જુદો અને દેખાય જુદું તેમ ન આવ્યું. નિજ તત્ત્વની આશાથી દેખીને વિશ્વમય સમસ્ત જ્ઞેય પદાર્થમય થઈને ઢોરની માફક, જ્ઞાન તેનું બિડાઈ ગયું.
બેન, આ સાધારણ ભૂલ નથી. જે જીવ હું પરને જાણું છું તેવા પક્ષમાં છે, પોતાને જાણતાં પર જણાય તે જુદો વિષય તે અલગ વાત છે. એ વાત આપણે લીધી'તી હિંમતનગરમાં. કે જ્ઞાનભવનમાત્ર જે અવસ્થા જ્ઞાતાદષ્ટા તેનો ત્યાગ કરીને આ રાગાદિ ક્રિયા હું કરું છું તેમ પ્રતિભાસે છે તો ખલાસ થઈ ગયું. આ અગ્રહિત મિથ્યાત્વ છે. અગ્રહિત મિથ્યાત્વ જાવું બહુ મુશ્કેલ છે. ગ્રહિત તો જાય, કુદેવ કુગુરુને દેવી દેવલાને પગે લાગતો હોય તે તો શલ્ય નીકળી જાય પણ આ શલ્ય હું પરને જાણું છું તે નીકળવું મુશ્કેલ છે. તેમાં આખો સ્વ ચૂકાઈ ગયો.
પહેલા એમ કહેતો હોય કે સ્વને જાણતાં ૫૨ જણાઈ જાય, ભલે મિથ્યાદષ્ટિ હોય તેનો કાંઈ વાંધો નહીં પણ તેણે આત્માને વિચારકોટિમાં રાખ્યો છે. જ્ઞાનભવનમાત્ર ઉદાસીન અવસ્થા જ્ઞાતાદૃષ્ટાનો ત્યાગ કરી દીધો. અને પરને કરું છું ને પરને જાણું છું તેમ માન્યું. પશુ લખવાનો પણ હેતુ છે, એને કોણ બચાવી શકે. દિકરા-દીકરી હોય તેને કોઈ બચાવી શકે નહીં. ઊંધી માન્યતા હોય તે ફેરવે તો બચે. બાકી તો ઊંધી માન્યતા લઈને જાય. પ્રેમચંદજી બહુ કહે છે જ્યારે મળે ત્યારે પહેલો શબ્દ તેમનો હોય કે તમે અમને બચાવી લીધા.
પરને જાણવાનો નિષેધ કરે ત્યારે જાણનાર જણાઈ જાય છે. તેમાં તારું હિત છે અને પછી ૫૨ જણાય તે વ્યવહાર કહેવાય તે જુદી વાત છે.
નિજતત્ત્વની આશાથી દેખીને વિશ્વમય (-સમસ્ત જ્ઞેયપદાર્થમય) થઈને ઢોરની માફક સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે, વર્તે છે અને સ્યાદ્વાદદર્શી તો સ્યાદ્વાદનો દેખનાર તો ‘જે તત્ છે તે પર રૂપથી તત્ નથી’, ઓમાં એમ આવ્યું હતું કે જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે એટલું લીધું હતું તેમાં, અને આમાં અસ્તિ નાસ્તિ અનેકાંત ભેળવ્યું. શું કામ ભેળવ્યું? કેમકે ઓનો
{ @>