________________
४८
અનેકાંત અમૃત ત્યારે તે (જ્ઞાનમાત્ર ભાવનું) પરકાળથી -શેયના કાળથી) અસતપણું પ્રકાશતો થકો, કારણ કે ઘટ છે તે પરકાળ છે. માટી તો દ્રવ્ય છે. ઘટની પર્યાય પરકાળ છે. સમજ્યા! ઘટની પર્યાયનો નાશ થયો પરકાળનો તો સ્વકાળનો નાશ થયો એમ માને છે. પરકાળમાં ગમે તેટલા ફેરફાર થાય પણ સ્વકાળમાં કાંઈ ફેર પડતો નથી. પરકાળથી (-જ્ઞયના કાળથી) અસતપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. બરાબર છે.
આગળ, જ્યારે આ જ્ઞાનમાત્રભાવ જાણવામાં આવતા એવા પરભાવોના, હવે કાળ ગયો ને ભાવ આવ્યો. પરભાવોના પરિણમનને લીધે ખાટું મીઠું ઈત્યાદિ, જ્ઞાયકસ્વભાવને પરભાવપણે માનીને અંગીકાર કરીને નાશ પામે છે. ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વભાવથી, સ્વભાવ નહીં. સ્વ-ભાવથી સ્વગુણથી સતપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે, નાશ પામવા દેતો નથી.
વળી જ્યારે તે જ્ઞાનમાત્રભાવ “સર્વ ભાવો હું જ છું'' એમ પરભાવને જ્ઞાયકભાવપણે માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્રભાવનું) પરભાવથી અસપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. જ્યારે આ જ્ઞાનમાત્રભાવ, આવી ગયું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ એમ ચાર થયા. હવે આટલું છે પૂરું કરી લઈએ.
જ્યારે આ જ્ઞાનમાત્રભાવ, અનિત્ય જ્ઞાન વિશેષો વડે પોતાનું નિત્ય જ્ઞાન સામાન્ય ખંડિત થયું માનીને નાશ પામે છે. પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થાય એમ કેટલાક માને છે. બૌદ્ધમતિ એમ કહે છે. પર્યાયનો નાશ થયો તેથી દ્રવ્યનો નાશ થયો એમ માને છે, નવું જન્મ દ્રવ્ય એમ. જ્યારે આ જ્ઞાનમાત્રભાવ અનિત્ય જ્ઞાન વિશેષો વડે પોતાનું નિત્યજ્ઞાન સામાન્ય ખંડિત થયું માનીને નાશ પામે છે. સામાન્ય ખંડિત થઈ ગયું એમ માને છે. ત્યારે તે જ્ઞાનમાત્રભાવનું) જ્ઞાન સામાન્યરૂપથી નિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે. નાશ પામવા દેતો નથી. જ્ઞાન સામાન્ય તે નિત્યપણું છે.
વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ નિત્ય જ્ઞાનસામાન્યનું ગ્રહણ કરવા માટે. જુઓ, આહાહા ! કેટલી વિદ્વતા છે. જ્ઞાન સામાન્યનું ગ્રહણ કરવા માટે-અનિત્ય જ્ઞાન વિશેષોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે. પર્યાયનો ત્યાગ, પર્યાયનો ત્યાગ થઈ શકે જ નહિ. પર્યાય હેય નથી, જોય છે. અહીંયા હેય નથી, જોય છે. શેયની સિદ્ધિ છે. (અર્થાત જ્ઞાનના વિશેષોનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે) આશ્રય માટે પર્યાય હેય છે. (શ્રોતા:- હેયપૂર્વક જોય છે.) હેય તો છે પણ એ સ્વગ્નેય છે પાછું પર શેય નથી. અભેદ શેયની સિદ્ધિ કરવી છે. પ્રમાણનો વિષય છે. પર્યાયનું લક્ષ (જ્ઞાન) કરે તો પર્યાયષ્ટિ થાય કે નહિ? કે ન થાય. ઈ આવ્યું,