________________
૪ ૭
અનેકાંત અમૃત સ્વકાળ છે તે સ્વકાળરૂપે છે. સ્વકાળની ઓમાં નાસ્તિ છે. જેમ પરની તો નાસ્તિ છે એમ હવે અંદરમાં આવો એમાંય અતદ્ભાવ છે. ચાર સત્ ક્યારે સિદ્ધ થાય? એક સત્ બીજા સરૂપે ન હોય તો, આ ગળે ઉતરતું નથી. જગતને ઓલું ઊતરે હજી.
(શ્રોતા:- સ્વકાળ છે તે પર્યાય છે તે દ્રવ્યના કારણે નથી. પરદ્રવ્યના કારણે તો નથી પણ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, ભાવના કારણે નથી.) સ્વકાળ નિર્વિષયી છે તેનો કોઈ વિષય જ નથી. (શ્રોતા :- સત્ છે ને.) સતુ છે ને ! બસ, સતુ અહેતુક હોય. આત્માથી પણ નહિ ને શેયથી પણ નહિ. એ તતુ સમયની યોગ્યતા બસ પર્યાયની.
અહિંયા તો અત્યારે સ્વકાળમાં પરકાળની નાસ્તિ. આ તો ઉપરથી આપણે લીધું. શું કામ લીધું? કે ચાર સત્ અંદરમાં જુદા જુદા પાડ્યા. નહિતર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્તિ ને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તિ. અહીંયા ચારેય બોલ જુદા જુદા પાડ્યા. ચારેય જુદા છે ને માટે. જૈનદર્શન ગહન છે. (શ્રોતા :- ચારનું એક અંદરમાં લઈને પરથી જુદું પાડી શકાય) ચાર ભેદ કરવાની શી જરૂર હતી ? ચારેયમાં ભૂલ્યો છે. કોઈ દ્રવ્યથી ભૂલે, કોઈ ક્ષેત્રથી ભૂલે, કોઈ કાળથી ભૂલે, કોઈ ભાવથી ભૂલે. ચારેય ભેદ હોવા છતાં ચારેયમાં જુદું જુદું અનેકાંત ઉતાર્યું.
(શ્રોતા :-ચારમાં જુદું ઉતાર્યું ને !) એટલે ચાર સત્ છે. એક સતુ હોવા છતાં ચાર સત છે. અભેદથી એક સત ભેદથી ચાર સતુ. આ ચાવાદ છે. ચારેયમાં સત સ્થાપ્યું છે. સત હોય એ (ividal) સ્વતંત્ર હોય. સર્વથા એક સત્તા નથી, કથંચિત્ ચાર સત્તા છે. (શ્રોતા :- સર્વથા અભેદ પણ નથી ને સર્વથા ભેદ પણ નથી) કેમકે સ્યાદ્વાદ અધિકાર ચાલે છે એટલે કથંચિત્ છે. જ્ઞાન એમ જાણે છે. (શ્રોતા :- સર્વથા એક સત્તા હોય તો તો ચાર સત્ જ ન રહે ને) તો તો વ્યાખ્યા કરવાનો પ્રશ્ન જ નથી. તો તો સ્વકાળ પર્યાયનો નાશ થાય તો દ્રવ્યનો નાશ થઈ જાય. જો એક સતુ હોય તો જ્ઞાન છે તે દર્શન થઈ જાય. દર્શન છે તે જ્ઞાન થઈ જાય. ભાવમાં અતભાવ ન રહે. આહાહા ! જૈનદર્શન વિશાળ છે. ભાગ્યજોગે હાથમાં આવે, લોટરી લાગી ગઈ. સ્વકાળથી જ્ઞાનના કાળથી સતપણું પ્રકાશતો થકો અનેકાંત જ ખરેખર તેને જિવાડે છે, નાશ પામવા દેતું નથી. બરાબર !
હવે પરકાળનો બોલ છે ને. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ પદાર્થોના આલંબનકાળે જ (માત્ર શેય પદાર્થોને જાણવા વખતે જ) આલંબન એટલે જાણવા વખતે શેયનું આલંબન ન હોય. પર લક્ષ તો અભાવાતુ છે. પદાર્થોના આલંબન કાળે જ (માત્ર શેય પદાર્થોને જાણવા વખતે જ) જ્ઞાનનું સત્પણું માનીને ઘટનું જ્ઞાન છે તો જ્ઞાન છે. ઘડો ફૂટી જાય તો જ્ઞાન ગયું એમ માને છે. જ્ઞાનનું સત્પણું માનીને અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે.