________________
અનેકાંત અમૃત
૧૮
જ્ઞાનનો સ્વભાવ છે. સ્વભાવ છે તેવું તો જાણે ને. લક્ષ ભેદ ઉપર ક્યાં છે. તે તો સામાન્ય ઉપર લક્ષ છે ને સામાન્ય વિશેષ બેય જણાય જાય છે. લક્ષ ફરતું નથી. અભેદ ઉપર લક્ષ છે. અહંમ તો જ્ઞાયક ઉપર છે.
(શ્રોતા :- તો શેયમાં પણ બે પ્રકાર છે) નહીં. નહીં. નહીં. એ તો પહેલી વાત ન કરી. (શ્રોતાઃ- લક્ષ વગર પરિણામી જણાય છે) લક્ષ વગર, પણ અપરિણામી ૫૨ જ લક્ષ છે. પરિણામીનું જ્ઞાન થાય છે. પરિણામીનું અવલોકન નથી. પરિણામીનું અવલંબન નથી. એમાં તો રાગ પણ આવી જાય સાધકનો. કહું છું એમાં બિલકુલ લક્ષ ફરતું નથી, અભેદ ઉપર લક્ષ છે. પણ અભેદ ઉપર લક્ષવાળું જે જ્ઞાન છે ઈ અપેક્ષાએ આશ્રયભૂતની અપેક્ષાએ ત્યાં એ જ્ઞાનને શુદ્ધનય કહેવાય, નિશ્ચયનય કહેવાય. અને એની શક્તિ એવી છે બધું જાણી લેવાની સામર્થ્ય, તો ઈ અપેક્ષાએ એક ભેદને જાણે છે તો વ્યવહાર. અભેદને જાણે છે તો નિશ્ચય. ભેદાભેદને જાણે તે પ્રમાણ, સમય એક.
એક સમયમાં દ્રવ્ય ઉપર દૃષ્ટિ પડી તો અનુભવ થયો ત્યારે પરિણામી દ્રવ્ય થયો કે નહીં ? (શ્રોતા :- હા થયો) થઈ ગયો ને પરિણામી, જ્ઞેય થઈ ગયું ને, તો હવે લક્ષ તો જ્ઞાનનું પણ આત્મા ઉપર છે. બરાબર, પણ જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ છે. શ્રદ્ધામાં એવું નથી. ભેદને, અભેદને કે ભેદાભેદને પ્રતીત કરતી નથી. એની પ્રતીતનો વિષય એક જ છે, નિર્વિકલ્પ છે. જ્ઞાન એક જ સવિકલ્પ છે. જ્ઞાન એક સવિકલ્પ હોવાથી એ દૃષ્ટિના વિષયને તો જ્ઞાન ગ્રહણ કરે જ છે. પણ જ્ઞાનમાં પ્લસ એવો એક સ્વભાવ છે કે ઈ ઉપાદેયપણે એકને જાણે અને ગુણપર્યાયથી અભેદ છું એવા એકને જાણે છે. પણ એવા એકને લક્ષ વગ૨ જાણે ને લક્ષ વગર.
=
(શ્રોતા :- એમાં જે એકઅનેકપણું લીધું ધર્મો તો એવા એકઅનેકને તો લક્ષ વગર જાણે છે ને ?) હા. લક્ષ વગર. (શ્રોતા :- એક જ્ઞાયકભાવ છે અનંતગુણ સ્વરૂપ એને તો લક્ષપૂર્વક જાણે છે) બસ, બસ, બસ. (શ્રોતા :- અને એક છે પરિણામી આત્મા એને લક્ષ વગર જાણે છે) એ ઉપાદેય છે એવું જ્ઞાનમાં આવતું જ નથી. (શ્રોતા :- એક પ્રશ્ન છે. લક્ષની વાત આવીને તેથી લક્ષ તો દૃષ્ટિના વિષય ઉપર છે. અભેદ જ્ઞાયક ઉ૫૨-જ્ઞાનમાં જે જ્ઞાન પ્રગટ થયું તેમાં બે પ્રકારે જાણે છે. ભેદને પણ જાણે છે ને અભેદને પણ જાણે છે) હા. ત્રણ પ્રકારે જાણે છે (૧) અભેદને (૨) ભેદને (૩) ભેદાભેદને.
:
(શ્રોતા :- એમાં લક્ષ અભેદ ઉપર છે ?) હા. અભેદ ઉપર લક્ષ છે. હવે જુઓ. પ્રમાણજ્ઞાનની વાત છે ને અત્યારે તો પ્રમાણજ્ઞાન છે તે નયપૂર્વક હોય કે નયને છોડીને પ્રમાણ હોય. (શ્રોતા :- નયપૂર્વક જ હોય.) બસ તો શ્રદ્ધાનો વિષય ને શુદ્ધનયનો વિષય તો