________________
અનેકાંત અમૃત
જ્ઞાનનો સ્વભાવ જેમ છે તેમ જાણે. જ્ઞાનનો સ્વભાવ જેવું વસ્તુનું સ્વરૂપ છે ત્યાં જ્ઞાન વ્યાપક છે. જ્ઞાનમાં અનંતગુણો અને અનંતધર્મો જણાય જાય છે અને જેવું સ્વરૂપ છે તેવું જણાય. સાધક થાય ત્યારે એવું જણાય. કેવળી થાય ત્યારે એવું જણાય. સિદ્ધ થાય ત્યારે એને યોગ્ય જણાય. કેટલાક ધર્મો વયા ગયા એમ ન જણાય. સાધકને કેટલાક ધર્મો છે એનું સ્વરૂપ પણ જણાય. ધર્મો છે, એટલે મૂળ સ્વભાવ નથી. (શ્રોતા :- એકમાં તો અનંત ગુણાત્મક અનેક પર્યાયાત્મક જ્ઞાનપણે આત્મા એ અભેદ શેય છે) અભેદ શેય છે, તો અભેદ શેયમાં ભેદ કરો તો આત્મા અનેકરૂપે દેખાય, એક જ આત્મા. ગુણોમાં અનેકરૂપે ને પર્યાય અનેકરૂપે એમ નહીં હો. આત્મા અનેકરૂપ દેખાય છે. ઓમાં આત્મા એકરૂપ દેખાય. આત્મા લગાડો મેઈન.
(શ્રોતા:- આખો પરિણામી આત્મા) પરિણામીની વાત છે. આ સ્યાદ્વાદ અધિકારમાં પરિણામીની વાત છે, અપરિણામીની વાત નથી. અપરિણામી છૂપો છે અંદર રહેલો છે. (શ્રોતા :- એવા એક-અનેક, મને એવો ભાવ આવ્યો કે એકરૂપે એટલે અનંત ગુણોથી અનંત ગુણાત્મક એક સામાન્ય એ રીતે દ્રવ્યથી જોઈએ તો એકરૂપે અને પર્યાયથી જોઈએ તો અનેકરૂપ છે. આમાં જુદું લ્ય છે આમાં. અનંતગુણ, અનંત ધર્માત્મક આખો એક અભેદ પરિણામી ધર્મી આત્મા. પરિણામી આત્મા આખો એક છે અને એમાં ધર્મોના ભેદો ગુણોના ભેદો એ અનેકરૂપે છે એમ. કેમ કે શેય છે તો એમાં ધ્યેય તો છે જ અંદર)
પણ ધ્યેયપૂર્વક જ જોય હોય છે. (એકરૂપ પણ છે જોય અને અનેકરૂપ પણ છે શેય) એકલા દૃષ્ટિના વિષયમાં એકરૂપ છે એમ નથી. જ્ઞાનના વિષયમાં પણ એકરૂપ દેખાય છે. આ મર્મ જ્ઞાની જાણે છે. (શ્રોતા :- બહુ ગહરાઈ છે આમાં) આ મર્મ જ્ઞાની જ જાણે છે. અને જરાય દૃષ્ટિમાં મચક નથી આવતી. બેન! દૃષ્ટિપૂર્વકની વાત ચાલે છે. (શ્રોતા :- આત્મા જ એકરૂપ ને આત્મા જ અનેકરૂપ) હા. આત્મા જ. ગુણ ને પર્યાય અનેકરૂપ નથી દેખાતા. આત્મા જ એકરૂપ દેખાય છે. કેમ ? કે ગુણધર્મ ને પર્યાયધર્મ આત્માના છે. પુદ્ગલના નથી. એટલે એક જ આત્મા કથંચિત્ એકરૂપ દેખાય છે ને એક જ આત્મા કથંચિત અનેકરૂપ દેખાય છે. એનું નામ સ્યાદ્વાદ છે. ચમત્કારીક વાત છે. આપણે આ અધિકાર લીધો ઈ સારું થયું. જ્ઞાન સ્પષ્ટ થાય. હજી નવું નવું ઘણું આવવાનું છે. કાળ શરૂ થઈ ગયો.
(શ્રોતા :- એક જ આત્મા એક જ સમયમાં એકરૂપે છે ને તે જ આત્મા અનેકરૂપે છે.) એક જ સમયમાં જો તમે અભેદથી જોવો તો એકરૂપે દેખાય છે. ને એને ને એને ભેદરૂપે જોવો તો જ્ઞાન છે ઈ સવિકલ્પ છે એટલે અભેદરૂપ જાણે ને ભેદરૂપ જાણે તો પણ રાગ ઉત્પન્ન ન થાય. ભેદરૂપ જાણે તો પણ રાગ ઉત્પન્ન થતો નથી. વાત ઈ છે. સવિકલ્પ