________________
અનેકાંત અમૃત
૧૧૦
નામ અનેકાંત છે. એકને તો જાણે છે પણ અનેકને પણ જાણે છે-એનું નામ સમ્યક્ એકાંતપૂર્વક અનેકાંત કહેવામાં આવે છે.
હવે જે જયસેનાચાર્ય ભગવાનની ટીકામાં વિશેષતા એ આવી કે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહ્યું કે જે સર્વને જાણે છે તે જ એક આત્માને જાણી શકે છે. જે સર્વને જાણતો નથી તે એક આત્માને પણ જાણી શકતો નથી. એવું અમૃતચંદ્રાચાર્યદેવે કહ્યું-ત્યારે બીજા એક ટીકાકાર એમાં પ્રશ્ન ઉઠાવશે હમણાં એમાં કે જે છદ્મસ્થનો જીવ છે. છદ્મસ્થ એટલે અલ્પજ્ઞાન. છદ્મસ્થનો અર્થ કેવળજ્ઞાન થવા પહેલાની જ્ઞાનની દશા, અધુરું જ્ઞાન એને છદ્મસ્થ જ્ઞાન કહેવામાં આવે છે.
કે તો અહીંયા એક પ્રશ્ન ઉત્પન્ન કરે છે શિષ્ય, કે અમૃતચંદ્રાચાર્યે તો એમ કહ્યું ૪૯ ગાથામાં કે સર્વને જાણે છે તે જ આત્માને જાણી શકે છે. જે સર્વને જાણતો નથી તે એક આત્માને જાણી શકતો નથી. ત્યારે અહીંયા શિષ્ય પ્રશ્ન ઉઠાવે છે કે અમે તો છદ્મસ્થ છીએ અમને કેવળજ્ઞાન તો થયું નથી, તો અમે સર્વને કેવી રીતે જાણી શકીએ. થોડા પદાર્થને જાણવાનું કહો તો અમે જાણીએ છીએ. હા પાડીશું. પણ બધા પદાર્થોને જાણનારું જ્ઞાન તો અત્યારે અમારું જ્ઞાન છે નહિ અમને છે નહિ-અને તમે કહો છો જે સર્વને જાણે તે જ એક આત્માને જાણે તો પછી અમને આત્માનો અનુભવ ન થાય-પછી આત્માની ભાવના જાગે નહિ. આત્માની ભાવના એટલે ફરી ફરીને ઉપયોગને આત્મામાં જોડવો એનું નામ આત્મભાવના કહેવામાં આવે છે.
આત્માની ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન, એ વિકલ્પ નથી એમાં આત્માની ભાવના એટલે આત્માની સન્મુખ થઈ સાધક આત્માઓ ફરી ફરીને ઉપયોગને આત્મામાં જોડે છે એને આત્મભાવના કહેવામાં આવે છે. આત્મભાવના વીતરાગી દશા છે. એ આત્મભાવના નિર્વિકલ્પધ્યાન છે. એટલે એ આત્મભાવના ભાવતા ભાવતા એટલે એકાગ્ર થતાં થતાં કેવળજ્ઞાનનો ભડકો થાય છે.
તો કહે છે અમે તો સર્વને જાણતા નથી. તો અમે એકને આત્માને નહિ જાણી શકીએતો એમ આવી જશે અને એમ આવતા તો અમને આત્માનો અનુભવ નહિ થાય. અનુભવ નહિ થાય તો અમને કેવળજ્ઞાન પ્રગટ નહિ થાય અમને મોક્ષ પ્રગટ નહિ થાય, એનું અમારે શું કરવું ? એવો આમાં એક પ્રશ્ન ઉઠાવ્યો શિષ્યે એનો જવાબ સરસ આપશે. હવે આપણે આમાંથી જોઈએ આ તો ઉપરથી વાત કરી.
જો એક દ્રવ્ય અનંત પર્યાય-અનંત દ્રવ્ય સમૂહકો નહિ જાનતા યુગપદ, યદિ વહ કૈસે જાને સર્વકો-એમ ગાથા છે. હવે એની ટીકા.