________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦]
[ મોક્ષશાસ્ત્ર જ છે, તેથી સમ્યજ્ઞાનનું કાંઈ ફળ ન હોય તેમ લાગે છે?
ઉત્તર:- આનંદ (સંતોષ), ઉપેક્ષા (રાગ-દ્વેષ રહિતપણું) અને અજ્ઞાનનો નાશ એ સમ્યજ્ઞાનનું ફળ છે. (સર્વાર્થસિદ્ધિ પાનું-૩૩૪) આ ઉપરથી સિદ્ધ થાય છે કે જ્ઞાન પોતાથી જ થાય છે, પરપદાર્થથી થતું નથી.
સૂત્ર ૯-૧૦ નો સિદ્ધાંત નવમા સૂત્રમાં કહેલાં પાંચ સમ્યજ્ઞાન એ જ પ્રમાણ છે, તે સિવાય બીજાઓ જાદાં જુદાં પ્રમાણો કહે છે પણ તે વાત ખરી નથી. જે જીવને સમ્યજ્ઞાન થયું હોય તે પોતાના સમ્યક્રમતિ અને સમ્યકશ્રુતજ્ઞાન વડે પોતાને સમ્યકત્વ થયાનો નિર્ણય કરી શકે છે, અને તે જ્ઞાન પ્રમાણ અર્થાત્ સાચું જ્ઞાન છે. ૧૦.
પરોક્ષ પ્રમાણના ભેદ
સાથે પરોક્ષના ૨૨ અર્થ- [ ] શરૂઆતના બે અર્થાત મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન [પરોક્ષ ] પરોક્ષ પ્રમાણ છે.
ટીકા
અહીં પ્રમાણ અર્થાત્ સાચાં જ્ઞાનના ભેદોમાંથી શરૂઆતના બે એટલે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે પરોક્ષ પ્રમાણ છે. એ જ્ઞાન પરોક્ષ છે તેથી સંશયવાળા કે ભૂલવાળાં છે–એમ માનવું નહિ; એ તો તદ્દન સાચાં જ છે. એ જ્ઞાનનો ઉપયોગ વખતે ઇન્દ્રિય કે મન નિમિત્ત છે તેથી પર અપેક્ષાએ તેને પરોક્ષ કહ્યાં છે, સ્વ અપેક્ષાએ પાંચ પ્રકારનાં જ્ઞાન પ્રત્યક્ષ છે.
પ્રશ્ન- ત્યારે સમ્યક્રમતિજ્ઞાનવાળો જીવ પોતાને સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન છે એમ જાણી શકે?
ઉત્તર:- જ્ઞાન સમ્યક છે માટે પોતાને સમ્યજ્ઞાન થયાનો નિર્ણય બરાબર કરી શકે, અને સમ્યજ્ઞાન હોય ત્યાં સમ્યગ્દર્શન અવિનાભાવી છે માટે તેનો નિર્ણય કરી શકે જ. જો નિર્ણય ન કરી શકે તો પોતાનો અનિર્ણય એટલે અનધ્યવસાય થયો, અને એમ થાય તો તેનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે.
પ્રશ્ન- સમ્પમતિજ્ઞાની દર્શનમોહનીય પ્રકૃતિના પુદ્ગલોને પ્રત્યક્ષ જોઈ શકતો નથી અને તેનાં પુદ્ગલો ઉદયરૂપ હોય અને જીવ તેમાં જોડાતો હોય તો તેની ભૂલ ન થાય?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com