________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[મોક્ષશાસ્ત્ર અવધિજ્ઞાન-જે ઈન્દ્રિય કે મનના નિમિત્ત વિના રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાસહિત પ્રત્યક્ષ જાણે તે અવધિજ્ઞાન છે.
૩૮ ]
મન:પર્યયજ્ઞાન-જે ઈન્દ્રિય કે મનના નિમિત્ત વિના જ અન્ય પુરુષના મનમાં સ્થિત રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે મન:પર્યયજ્ઞાન છે.
કેવળજ્ઞાન-જે સર્વ દ્રવ્યો અને તેના સર્વ પર્યાયોને યુગપત્ (એક સાથે ) પ્રત્યક્ષ જાણે તે કેવળજ્ઞાન છે.
(૨) આ સૂત્રમાં ‘જ્ઞાનમ્' એવો એકવચનનો શબ્દ છે, તે એમ સૂચવે છે કે જ્ઞાનગુણ એક છે; તેના પર્યાયના આ પાંચ પ્રકાર છે; તેમાં એક પ્રકાર જ્યારે ઉપયોગરૂપ હોય ત્યારે બીજો પ્રકાર ઉપયોગરૂપ હોય નહિ, તેથી એ પાંચમાંથી એક સમયે એક જ જ્ઞાનનો પ્રકાર ઉપયોગરૂપ હોય છે.
સમ્યજ્ઞાન સમ્યગ્દર્શનપૂર્વક હોય છે; સમ્યગ્દર્શન કારણ છે અને સમ્યજ્ઞાન કાર્ય છે. સમ્યજ્ઞાન એ આત્માના જ્ઞાનગુણનો શુદ્ધ પર્યાય છે, આત્માથી કોઈ જાદી તે ચીજ નથી. સમ્યજ્ઞાનનું સ્વરૂપ નીચે પ્રમાણે છે:
,,
“ सम्यग्ज्ञानं पुनः स्वार्थव्यवसायात्मकं वदुः ”
(તત્ત્વાર્થસાર ગાથા-૧૮ પૂર્વાર્ધ, પાનું ૧૪)
અર્થ:- સ્વ
પોતાનું સ્વરૂપ. અર્થ = વિષય. વ્યવસાય યથાર્થ નિશ્ચય. જે જ્ઞાનમાં એ ત્રણે શરતો પૂરી પડતી હોય તે સમ્યજ્ઞાન છે; અર્થાત્ જો જ્ઞાનમાં વિષયપ્રતિબોધ સાથે સાથે પોતાનું સ્વરૂપ પ્રતિભાસિત થાય અને તે પણ યથાર્થ હોય તો તે જ્ઞાન સમ્યજ્ઞાન છે.
=
=
નવમા સૂત્રનો સિદ્ધાંત
શ્રી જિનેન્દ્રદેવે કહેલા જ્ઞાનના સમસ્ત ભેદને જાણીને, ૫૨ભાવોને છોડીને, નિજસ્વરૂપમાં સ્થિર થઈ, જીવ-જે ચૈતન્યચમત્કાર માત્ર છે-તેમાં જે પ્રવેશે તુરત જ મોક્ષને પામે છે. ૯.
(જુઓ, શ્રી નિયમસાર ગાથા ૧૦ ની ટીકાનો શ્લોક) ક્યા જ્ઞાનો પ્રમાણ છે?
તત્વમાળે।।૧૦।।
અર્થ:- [ તત્] તે-ઉ૫૨ કહ્યાં તે પાંચ પ્રકારના જ્ઞાન જ [પ્રમાણે] પ્રમાણ (સાચાં જ્ઞાન ) છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com