________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[મોક્ષશાસ્ત્ર
૩૨ ]
ઉત્પત્તિનું કારણ થતું નથી. (શ્રી ધવલા પુસ્તક છઠ્ઠું, પૃષ્ઠ ૪૨૨-૪૨૩)
શંકા:- જિનબિંબદર્શન પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ કેવી રીતે થાય છે?
સમાધાનઃ- જિનબિંબદર્શનથી [જે જીવ પોતાના સંસ્કાર શુદ્ધ આત્મા તરફ વાળે તેને ) નિધત્ત અને નિકાચિતરૂપ મિથ્યાત્વાદિ કર્મકલાપનો પણ ક્ષય દેખવામાં આવે છે; તેથી જિનબિંબદર્શન પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ થાય છે. (શ્રી ધવલા. પુસ્તક છઠ્ઠું, પૃષ્ઠ ૪૨૭–૪૨૮]
૪-અધિક૨ણઃ- સમ્યગ્દર્શનનું આત્યંતર અધિક૨ણ આત્મા છે અને બાહ્ય અધિકરણ ત્રસનાડી છે. [લોકાકાશની મધ્યમાં ચૌદ રાજી લાંબી અને એક રાજી પહોળી જે સળંગ જગ્યા છે તેને ત્રસનાડી કહેવાય છે.)
૫-સ્થિતિ:- ત્રણે પ્રકારના સમ્યગ્દર્શનની નાનામાં નાની સ્થિતિ અંતર્મુહૂર્ત છે. ઔપશમિકની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ તેટલી જ છે, ક્ષાયોપશમિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગર છે અને ક્ષાયિકની સ્થિતિ સાદિ-અનંત છે, તથા સંસારમાં રહેવાની અપેક્ષાએ તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગર તથા અંતર્મુહૂર્ત સહિત આઠ વર્ષ કમ-બે ક્રોડીપૂર્વ છે.
૬-વિધાન:- સમ્યગ્દર્શન એક પ્રકારે, અથવા સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ ત્રણ પ્રકારે-ઔપમિક, ક્ષાયોપમિક અને ક્ષાયિક; અથવા આજ્ઞા, માર્ગ, બીજ, ઉપદેશ, સૂત્ર, સંક્ષેપ, વિસ્તાર, અર્થ, અવગાઢ અને ૫૨મ-અવગાઢ એમ દશ પ્રકારે છે.।। ૭।।
બીજા પણ અમુખ્ય ઉપાય બતાવે છે
सत्संख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च ।। ८ ।।
અર્થ:- [૬] અને [ સત્ સંધ્યા ક્ષેત્ર સ્પર્શન ાન અન્તર ભાવ અલ્પવત્વ: ] સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પબહુત્વ એ આઠ અનુયોગ દ્વારા પણ પદાર્થનું જ્ઞાન થાય છે.
ટીકા
સત્ અને સંખ્યા-તે દ્રવ્ય, ગુણ, પર્યાયના સત્ત્વની અપેક્ષાએ પેટા ભેદ છે. સત્ સામાન્ય છે, સંખ્યા વિશેષ છે.
ક્ષેત્ર અને સ્પર્શન-તે ક્ષેત્રના પેટા ભેદ છે. ક્ષેત્ર સામાન્ય છે, સ્પર્શન વિશેષ છે. કાળ અને અંત૨-તે કાળના પેટા ભેદ છે. કાળ સામાન્ય છે, અંતર વિશેષ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com