________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬]
[ મોક્ષશાસ્ત્ર લેવો (તેનું લક્ષ કરવું) તે પરમાર્થશ્રદ્ધા એટલે કે સમ્યગ્દર્શન છે. [ સમયસાર પ્રવભાગ ૧, પૃષ્ઠ ૪૬૧ થી ૪૬૩]
(૨) સાત તત્ત્વોમાં પહેલાં બે તત્ત્વો-“જીવ ” અને “અજીવ' એ દ્રવ્યો છે, અને બીજાં પાંચ તત્ત્વો તેમના ( જીવ અને અજીવના) સંયોગી અને વિયોગી પર્યાયો (વિશેષ અવસ્થાઓ) છે. આસ્રવ અને બંધ તે સંયોગી છે તથા સંવર, નિર્જરા અને મોક્ષ તે જીવ-અજીવના વિયોગી પર્યાય છે, જીવ અને અજીવ તત્ત્વો સામાન્ય છે અને બીજા પાંચ તત્ત્વો, પર્યાયો હોવાથી વિશેષ કહેવાય છે.
(૩) જેની દશાને અશુદ્ધમાંથી શુદ્ધ કરવી છે તેનું નામ તો જરૂર પ્રથમ દેખાડવું જ જોઈએ, તેથી “જીવ” તત્ત્વ પ્રથમ કહ્યું; પછી જે તરફના લક્ષે અશુદ્ધતા અર્થાત્ વિકાર થાય છે તેનું નામ આપવું જરૂરી છે તેથી અજીવ' તત્ત્વ કહ્યું. અશુદ્ધદશાનાં કારણ-કાર્યનું જ્ઞાન કરવા માટે “આસવ” અને “બંધ” તત્ત્વ કહ્યાં. એ કહ્યા પછી મુક્તિનું કારણ કહેવું જોઈએ; અને મુક્તિનું કારણ તે જ થઈ શકે કે જે બંધ અને બંધના કારણથી ઊલટા પ્રકારે હોય; તેથી આસ્રવનો નિરોધ થવો તે “સંવર’ તત્ત્વ કહ્યું. અશુદ્ધતા-વિકારના નીકળી જવાના કાર્યને “નિર્જરા” તત્ત્વ કહ્યું. જીવ અત્યંત શુદ્ધ થઈ જાય તે દશા “મોક્ષ” તત્ત્વ છે-એ કહ્યું. આ તત્ત્વો સમજવાની અત્યંત જરૂર છે માટે તે કહ્યાં છે. તેને સમજવાથી જીવ મોક્ષ-ઉપાયમાં લાગી શકે છે. માત્ર જીવ-અજીવને જાણનારું જ્ઞાન ઉપયોગી થતું નથી, માટે જેઓ ખરા સુખના માર્ગમાં પ્રવેશ કરવા માગે છે તેમણે આ તત્ત્વો યથાર્થપણે જાણવાં જોઈએ.
(૪) સાત તત્ત્વો હોવા છતાં આ સૂત્રમાં છે. “તત્વમ' એવો એકવચન બતાવનાર શબ્દ વાપર્યો છે તે એમ બતાવે છે કે આ સાત તત્ત્વોનું જ્ઞાન કરી, ભેદ ઉપરનું લક્ષ ટાળી, જીવના ત્રિકાળી જ્ઞાયકભાવનો આશ્રય કરવાથી જીવ શુદ્ધતા પ્રગટ કરી શકે છે.
(૫) ચોથા સૂત્રનો સિદ્ધાંત
આ સૂત્રમાં સાત તત્ત્વો કહ્યાં છે, તેમાં પુણ્ય અને પાપનો સમાવેશ આસ્રવ અને બંધ તત્ત્વોમાં થઈ જાય છે. જે વડે સુખ ઊપજે અને દુ:ખનો નાશ થાય એ કાર્યનું નામ પ્રયોજન છે. જીવ અને અજીવન વિશેષો (ભેદ) ઘણા છે, તેમાં જે વિશેષોસહિત જીવ-અજીવનું યથાર્થ શ્રદ્ધાન કરતાં સ્વ-પરનું શ્રદ્ધાન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન થાય અને તેથી સુખ ઊપજે, તથા જેનું અયથાર્થ શ્રદ્ધાન કરતાં સ્વપરનું શ્રદ્ધાન ન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન ન થાય અને તેથી દુઃખ ઊપજે, એ વિશેષો સહિત જીવ-અજીવ પદાર્થ પ્રયોજનભૂત સમજવા. આસ્રવ અને બંધ દુઃખના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com