________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુજરાતી ટીકા પરિશિષ્ટ-૧ ]
| [ ૬૩૧ તથા જે સ્વરૂપની પ્રાપ્તિને માટે પ્રવૃત્તિ કરે છે તે દર્શન-જ્ઞાન-ચારિત્ર નામવાળાં રત્નત્રય છે; તે કોઈ જુદી ચીજ નથી પરંતુ તે-મય આત્મા જ છે અર્થાત્ આત્મા તે રત્નત્રયથી જુદો નથી પણ તન્મય જ છે.
અપાદાનસ્વરૂપની સાથે અભેદપણું यस्मात्पश्यति जानाति स्वस्वरुपाच्चरत्यपि। दर्शनज्ञानचारित्रत्रयमात्मैव
तन्मयः।। १२ ।। અર્થ:- જે નિજસ્વરૂપથી દેખે છે, નિજસ્વરૂપથી જાણે છે તથા નિજસ્વરૂપથી વર્તે છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ રત્નત્રય છે; તે બીજું કોઈ નથી પણ તન્મય થયેલો આત્મા જ છે.
સંબંધી સ્વરૂપ સાથે અભેદપણું यस्य पश्यति जानाति स्वस्वरुपस्य चरत्यपि। दर्शनशानचारित्रत्रयमात्मैव ।
તન્મય: IT Bરૂ II અર્થ:- જે નિજસ્વરૂપના સંબંધને દેખે છે, નિજસ્વરૂપના સંબંધને જાણે છે તથા નિજસ્વરૂપના સંબંધની પ્રવૃત્તિ કરે છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે. તે આત્માથી જાદી બીજી કોઈ ચીજ નથી પણ આત્મા જ તન્મય છે.
આધારસ્વરૂપ સાથે અભેદપણું यस्मिन् पश्यति जानाति स्वस्वरुपे चरत्यपि। दर्शनज्ञानचारित्रत्रयमात्मैव
तन्मयः।। १४ ।। અર્થ:- જે નિજસ્વરૂપમાં દેખે છે, જે નિજસ્વરૂપમાં જાણે છે તથા જે નિજસ્વરૂપમાં સ્થિર થાય છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે. તે આત્માથી કોઈ ભિન્ન વસ્તુ નથી પણ આત્મા જ તન્મય છે.
ક્રિયા સ્વરૂપનું અભેદપણું ये स्वभावाद् दृशिज्ञप्तिचर्यारुपक्रियात्मकाः।
दर्शनज्ञानचारित्रत्रयमात्मैव तन्मयः।। १५ ।। અર્થ:- જે દેખવારૂપ, જાણવારૂપ તથા ચારિત્રરૂપ ક્રિયાઓ છે તે દર્શન-જ્ઞાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com