________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧૦ ઉપસંહાર ]
| [ ૬૨૫ રહી શકે છે તેમ. તે પ્રકાશ તો પુલ છે; પુદ્ગલ વસ્તુઓ પણ આ રીતે રહી શકે, તો પછી અનંત શુદ્ધ જીવોને એક ક્ષેત્રે સાથે રહેવામાં કાંઈ બાધ નથી.
૧૧. સિદ્ધ જીવોને આકાર છે કેટલાક જીવો એમ માને છે કે જીવ અરૂપી છે માટે તેને આકાર હોય નહીં. એ માન્યતા ખોટી છે. દરેક વસ્તુમાં પ્રદેશત્વ નામનો ગુણ છે. તેથી વસ્તુનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય છે. જેનો આકાર ન હોય એવી કોઈ ચીજ હોઈ શકે નહિ. જે વસ્તુ હોય તેને પોતાનો આકાર હોય છે. જીવ અરૂપી-અમૂર્તિક છે, અમૂર્તિક વસ્તુને પણ અમૂર્તિક-આકાર હોય છે. જે શરીરને છોડીને જીવ મુક્ત થાય તે શરીરના આકાર કરતાં સહેજ ન્યૂન આકાર મુક્ત દશામાં પણ જીવને હોય છે.
પ્રશ્ન:- આત્માને જો આકાર હોય તો પછી તેને નિરાકાર કઈ રીતે કહેવામાં આવે છે?
ઉત્તર- આકારના બે અર્થ થાય છે-એક તો લંબાઈ-પહોળાઈ–મોટાઈરૂપ આકાર અને બીજા મૂર્તિકપણારૂપ આકાર. મૂર્તિકપણારૂપ આકાર એક પુદ્ગલ દ્રવ્યમાં જ હોય છે, અન્ય કોઈ દ્રવ્યોમાં હોતો નથી, તેથી જ્યારે આકારનો અર્થ મૂર્તિકપણું કરવામાં આવે ત્યારે પુદ્ગલ સિવાયના સર્વે દ્રવ્યોને નિરાકાર કહેવાય છે. એ રીતે પુદ્ગલનો મૂર્તિક આકાર નહિ હોવાની અપેક્ષાએ જીવને નિરાકાર કહેવાય છે. પરંતુ પોતાના સ્વક્ષેત્રની લંબાઈ-પહોળાઈ–મોટાઈ અપેક્ષાએ બધાં દ્રવ્યો આકારવાન છે. આમ જ્યારે સદ્ભાવથી આકારનો સંબંધ માનવામાં આવે ત્યારે આકારનો અર્થ લંબાઈ-પહોળાઈ–મોટાઈ જ થાય છે. આત્માને પોતાનો આકાર છે, તેથી તે સાકાર છે.
સંસારદશામાં જીવની લાયકાતના કારણે તેના આકારનો પર્યાય સંકોચવિસ્તારરૂપ થતો હતો. હવે પૂર્ણ શુદ્ધતા થતાં સંકોચ-વિસ્તાર થતો નથી. સિદ્ધદશા થતાં જીવને સ્વભાવવ્યંજનપર્યાય પ્રગટે છે અને તે જ પ્રમાણે અનંતકાળ સુધી રહ્યા કરે છે. ( જાઓ, તત્ત્વાર્થસાર પાનું ૩૯૮ થી ૪૦૬ ).
એ પ્રમાણે શ્રી ઉમાસ્વામી વિરચિત મોક્ષશાસ્ત્રની ગુજરાતી ટીકામાં દસમો અધ્યાય પૂરો થયો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com