________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧૬ ]
[ મોક્ષશાસ્ત્ર પામે નહિ. વિદેહક્ષેત્રમાં જન્મેલા જીવો અઢીદ્વીપના કોઈ પણ ભાગમાં
સર્વકાળે મોક્ષ પામે છે. ૩. ગતિ- ઋજુસૂત્રનયે સિદ્ધગતિ વિષે જ મોક્ષ પામે છે; ભૂતનૈગમનયે
મનુષ્યગતિમાં જ મોક્ષ પામે છે. ૪. લિંગ - ઋજાસૂત્રનયે લિંગ (નૈવેદ) રહિત જ મોક્ષ પામે છે;
ભૂતનૈગમનયે ત્રણ પ્રકારના ભાવવેદમાં ક્ષપકશ્રેણી ચડીને મોક્ષ પામે છે; અને દ્રવ્યવેદમાં તો પુરુષલિંગ અને યથાજાતરૂપ લિંગે જ મોક્ષ
પામે છે. ૫. તીર્થ- કોઈ જીવો તીર્થંકર થઈને મોક્ષ પામે અને કોઈ જીવો સામાન્ય
કેવળી થઈને મોક્ષ પામે છે. સામાન્ય કેવળીમાં પણ કોઈ તો તીર્થંકર. વિદ્યમાન હોય ત્યારે મોક્ષ પામે અને કોઈ તીર્થકરોની પછી તેમના
તીર્થમાં મોક્ષ પામે છે. ૬. ચારિત્ર - જાસૂત્રનયે ચારિત્રના ભેદનો અભાવ કરીને મોક્ષ પામે;
ભૂતનૈગમનયે -નજીકની અપેક્ષાએ યથાખ્યાતચારિત્રથી જ મોક્ષ પામે, દૂરની અપેક્ષાએ સામાયિક, છેદોપસ્થાપન, સૂક્ષ્મસાપરાય તથા યથાખ્યાતથી અને કોઈને પરિહારવિશુદ્ધ હોય તો તેનાથી-એ પાંચ
પ્રકારના ચારિત્રથી મોક્ષ પામે છે. ૭. પ્રત્યેકબુદ્ધબોધિત- પ્રત્યેકબુદ્ધ જીવો વર્તમાન નિમિત્તની હાજરી વગર
પોતાની શક્તિથી બોધ પામે, પણ ભૂતકાળમાં સમ્યગ્દર્શન થયું ત્યારે કે ત્યાર પહેલાં સમ્યજ્ઞાનીના ઉપદેશનું નિમિત્ત હોય; અને બોધિત જીવો વર્તમાનમાં સમ્યજ્ઞાનીના ઉપદેશના નિમિત્તથી ધર્મ પામે. આ
બન્ને પ્રકારના જીવો મોક્ષ પામે છે. ૮. જ્ઞાન- ઋાસૂત્રનયે કેવળજ્ઞાનથી જ સિદ્ધ થાય છે; ભૂત નૈગમનયે કોઈ
મતિ, શ્રત એ બે જ્ઞાનથી, કોઈ મતિ, શ્રત, અવધિ એ ત્રણથી અથવા તો મતિ, શ્રુત, મન:પર્યય એ ત્રણથી અને કોઈ મતિ, શ્રત અવધિ,
મન:પર્યય એ ચાર જ્ઞાનથી (-કેવળજ્ઞાનપૂર્વક) સિદ્ધ થાય છે. ૯. અવગાહના- કોઈ ને ઉત્કૃષ્ટ-પાંચસો પચીસ ધનુષની, કોઈને જઘન્ય
સાડાત્રણ હાથમાં કંઈક ઓછી અને કોઈને મધ્યમ અવગાહના હોય
છે. મધ્યમ અવગાહનાના ઘણા ભેદ છે. ૧૦. અંતર- એક સિદ્ધ પછી બીજા સિદ્ધ થવાનું જઘન્ય અંતર એક સમયનું
અને ઉત્કૃષ્ટ અંતર છ માસનું છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com