________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૬૧૪ ]
[ મોક્ષશાસ્ત્ર
પોતાના ઉપાદાનની લાયકાતના કારણે પાણીમાં ડુબેલું રહે છે, પણ જ્યારે લેપ (– માટી) ગળીને દૂર થાય છે ત્યારે તે પાણીની ઉપર સ્વયં પોતાની લાયકાતથી આવી જાય છે; તેમ જીવ જ્યાંસુધી સંગવાળો હોય ત્યાંસુધી પોતાની યોગ્યતાથી સંસારસમુદ્રમાં ડુબેલો રહે છે અને અસંગી થતાં ઊર્ધ્વગમન કરીને લોકના છેડે ચાલ્યો જાય છે.
૩. બંધ છેદનું દૃષ્ટાંત - જેમ એરંડાના ઝાડનું સૂકું બી જ્યારે છટકે છે ત્યારે ઉપરનું પડ (-બંધન ) છૂટી જવાથી તેનું મિંજ ઉપર જાય છે, તેમ જ્યારે જીવની પકવદશા (મુક્તદશા) થતાં કર્મબંધનો છેદ થાય છે ત્યારે તે મુક્તજીવ ઊર્ધ્વગમન
કરે છે.
૪. ઊર્ધ્વગમનસ્વભાવનું દૃષ્ટાંત- જેમ અગ્નિની શિખાનો સ્વભાવ ઊર્ધ્વગમન કરવાનો છે અર્થાત્ હવાના અભાવમાં જેમ અગ્નિ (–દીપકાદિ) ની શિખા ઊર્ધ્વ જાય છે તેમ જીવનો સ્વભાવ ઊર્ધ્વગમન કરવાનો છે; તેથી મુક્ત દશાં થતાં જીવ પણ ઊર્ધ્વગમન કરે છે. ।। ૭।।
લોકાગ્રંથી આગળ નહિ જવાનું કા૨ણ
धर्मास्तिकायाभावात्।। ८॥
અર્થ:- [ ધર્માશ્તિાય ભાવાત્] આગળ ( –અલોકમાં ) ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી મુક્ત જીવ લોકના અંત સુધી જ જાય છે.
ટીકા
૧. આ સૂત્રનું કથન નિમિત્તની મુખ્યતાથી છે. ગતિ કરતાં દ્રવ્યોને નિમિત્તરૂપ ધર્માસ્તિકાય દ્રવ્ય છે; તે દ્રવ્ય લોકાકાશ જેવડું છે. તે એમ સૂચવે છે કે જીવ અને પુદ્દગલની ગતિ જ સ્વભાવથી એટલી છે કે તે લોકના છેડા સુધી જ ગમન કરે. જો એમ ન હોય તો એકલા આકાશમાં ‘લોકાકાશ' અને અલોકાકાશ' એવા બે ભેદ પડે જ નહિ. છ દ્રવ્યનો બનેલો લોક છે અને અલોકાકાશમાં એકલું આકાશ જ છે. જીવ અને પુદ્ગલ એ બે જ દ્રવ્યોમાં ગમનશક્તિ છે; તેમની ગતિશક્તિ જ સહજપણે એવી છે કે તે લોકમાં જ રહે. ગતિનું નિમિત્ત જે ધર્માસ્તિકાય, તેનો અલોકાકાશમાં અભાવ છે તે એમ સૂચવે છે કે ગતિ કરનાર દ્રવ્યોની ઉપાદાનશક્તિ જ લોકના છેડા સુધી ગમન કરવાની છે. એટલે ખરેખર તો જીવની પોતાની યોગ્યતા જ અલોકમાં જવાની નથી, તેથી જ તે અલોકમાં જતો નથી, ધર્માસ્તિકાયનો અભાવ તો તેમાં નિમિત્તમાત્ર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com