________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૬૦૮ ]
[ મોક્ષશાસ્ત્ર તેનો ૫૨માર્થ (-ભૂતાર્થ, સાચો ) અર્થ શું થાય છે તે બરાબર સમજીને શાસ્ત્રકારના કથનના મર્મને જાણી લેવો જોઈએ, પરંતુ ભાષાના શબ્દોને વળગવું ન જોઈએ. ૬. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં જ મોક્ષ કેમ થતો નથી ?
(૧) પ્રશ્ન:- કેવળજ્ઞાનની ઉત્પત્તિ વખતે મોક્ષના કારણભૂત રત્નત્રયની પૂર્ણતા જઈ જાય છે તો પછી તે જ સમયે મોક્ષ થવો જોઈએ; આ રીતે, જે સંયોગી તથા અયોગી કેવળીનાં બે ગુણસ્થાનો કહ્યાં છે તે રહેવાનો કોઈ સમય જ રહેતો નથી?
ઉત્તર:- કેવળજ્ઞાનની ઉત્પત્તિ વખતે જો કે યથાખ્યાતચારિત્ર થઈ ગયું છે તોપણ હજી પ૨મયથાખ્યાતચારિત્ર થયું નથી. કષાય અને યોગ અનાદિથી અનુસંગી હોવા છતાં પ્રથમ કષાયનો નાશ થાય છે; તેથી કેવળી ભગવાનને વીતરાગતારૂપ યથાખ્યાતચારિત્ર પ્રગટયું હોવા છતાં પણ યોગના વ્યાપારનો નાશ થયો નથી. યોગનો વ્યાપાર તે ચારિત્રને દૂષણ ઉત્પન્ન કરનારો છે. તે યોગના વિકારની ક્રમેક્રમે ભાવનિર્જરા થાય છે તે યોગના વ્યાપારની સંપૂર્ણ ભાવનિર્જરા થઈ જતાં સુધી તેરમું ગુણસ્થાન રહે છે. યોગનો વ્યાપાર બંધ પડયા પછી પણ કેટલાક વખત સુધી અવ્યાબાધ, નિર્ઝામ (નામરહિતપણું), અનાયુષ્ય (આયુષ્યરહિતપણું ) અને નિર્ગોત્રએ ધર્મો પ્રગટ થતાં નથી; તેથી ચારિત્રમાં દૂષણ રહે છે. ચૌદમા ગુણસ્થાનના છેલ્લા સમયનો વ્યય થતાં તે દોષનો અભાવ થઈ જાય છે અને તે જ સમયે ૫૨મ યથાખ્યાતચારિત્ર પ્રગટ થતાં અયોગીજિન મોક્ષરૂપ અવસ્થા ધારણ કરે છે; એ રીતે, મોક્ષ, અવસ્થા પ્રગટયા પહેલાં સયોગીકેવળી અને અયોગીકેવળી એવા બે ગુણસ્થાનો દરેક કેવળીભગવાનને હોય છે.
(૨) પ્રશ્ન:- જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય તે જ વખતે મોક્ષ અવસ્થા પ્રગટ થઈ જાય એમ માનીએ તો શું દોષ આવે ?
ઉત્ત૨:-તેમ થતાં નીચેના દોષો આવે
૧- જીવમાં યોગગુણનો વિકાર હોવા છતાં, તેમજ બીજુ (અવ્યાબાધ આદિ ) ગુણોમાં વિકાર હોવા છતાં, અને પરમયથાખ્યાતચારિત્ર પ્રગટ થયા સિવાય જીવની સિદ્ધદશા પ્રગટ થઈ જાય, કે જે અશક્ય છે.
૨-જો કેવળજ્ઞાન પ્રગટ થાય તે જ સમયે સિદ્ધદશા પ્રગટ થઈ જાય તો ધર્મતીર્થ જ રહે નહિ; જો અરિહંતદશા જ ન રહે તો કોઈ સર્વજ્ઞ ઉપદેશક આસપુરુષ થાય જ નિહ. તેનું પરિણામ એ આવે કે ભવ્ય જીવો પોતાના પુરુષાર્થથી ધર્મ પામવા લાયક પર્યાય પ્રગટ કરવા તૈયાર હોય છતાં તેને નિમિત્તરૂપ સત્યધર્મના ઉપદેશનો ( –દિવ્યધ્વનિનો) સંયોગ ન થાય એટલે કે ઉપાદાન નિમિત્તનો મેળ તૂટી - જાય. આ પ્રમાણે બની શકે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com