________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૬૦૦ ]
[ મોક્ષશાસ્ત્ર
આ ત્રીજી વાર કહેલા અસંખ્યાત લબ્ધિસ્થાને બકુશ મુનિ અટકી જાય છેઆગળનાં સ્થાનો પ્રાપ્ત કરી શકતાં નથી, પ્રતિસેવનાકુશીલ ત્યાંથી આગળ અસંખ્યાત લબ્ધિસ્થાનો પ્રાપ્ત કરી શકે છે.
આ ચોથી વાર કહેલાં અસંખ્યાત લબ્ધિસ્થાનોથી આગળ અસંખ્યાત લબ્ધિસ્થાનો કષાયકુશીલ પ્રાપ્ત કરી શકે છે, તેથી આગળનાં સ્થાનો પ્રાપ્ત કરી શકતાં નથી.
પ
આ પાંચમીવાર કહેલા લબ્ધિસ્થાનોથી આગળ કષાયરહિત સંયમ લબ્ધિસ્થાનોને નિગ્રંથ મુનિ પ્રાપ્ત કરી શકે છે. તે નિર્પ્રથમુનિ પણ આગળના અસંખ્યાત લબ્ધિસ્થાનોની પ્રાપ્તિ કરી શકે છે, પછી અટકી જાય છે. ત્યાર પછી એક સંયમલબ્ધિસ્થાનને પ્રાપ્ત કરીને સ્નાતક નિર્વાણને પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે સંયમલબ્ધિનાં સ્થાનો છે, તેમાં અવિભાગપ્રતિચ્છંદોની અપેક્ષાએ સંયમની પ્રાપ્તિ અનંત-અનંતગુણી થાય છે. ।। ૪૭૫૫
ઉપસંહાર
૧. આ અઘ્યાયમાં આત્માની ધર્મપરિણતિનું સ્વરૂપ કહ્યું છે; તે પરિણતિને ‘જિન ’ કહેવામાં આવે છે.
૨. અપૂર્વકરણ પરિણામને પામેલા પ્રથમોપશમ સમ્યક્ત્વસન્મુખ જીવોને ‘જિન ’ કહેવામાં આવે છે. (ગોમ્મટસાર-જીવકાંડ ગાથા ૧, ટીકા, પાનું ૧૬) ત્યાંથી શરૂ થઈને પૂર્ણ શુદ્ધ પ્રાપ્ત કરનારા બધા જીવો સામાન્યપણે ‘જિન ’ કહેવાય છે. શ્રી પ્રવચનસારના ત્રીજા અધ્યાયની પહેલી ગાથામાં શ્રી જયસેનાચાર્ય કહે છે કે—“ બીજા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધીના જીવો ‘ એકદેશ જિન' છે, કેવળીભગવાન ‘જિનવર ’ છે અને તીર્થંકરભગવાન ‘જિનવરવૃષભ ' છે. ” મિથ્યાત્વ, રાગાદિને જીતવાથી અસંયત સમ્યગ્દષ્ટિ શ્રાવક તથા મુનિને ‘જિન’ કહેવામાં આવે છે; તેમાં ગણધરાદિ શ્રેષ્ઠ છે તેથી તેમને ‘શ્રેષ્ઠ જિન’ અથવા ‘જિનવર’કહેવાય છે અને તીર્થંકરદેવ તેમનાથી પણ પ્રધાન છે તેથી તેમને ‘જિનવરવૃષભ ' કહેવાય છે. (જુઓ, દ્રવ્યસંગ્રહ ગાથા ૧ ટીકા) શ્રી સમયસારજીની ૩૧ મી ગાથામાં પણ સમ્યગ્દષ્ટિને ‘જિતેન્દ્રિય જિન ’ કહ્યા છે.
.
સમ્યક્ત્વસન્મુખ મિથ્યાદષ્ટિ અને અધઃકરણ, અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણનું સ્વરૂપ શ્રી મોક્ષમાર્ગપ્રકાશક પા. ૨૬૨ થી ૨૭૦ સુધીમાં આપ્યું છે. ગુણસ્થાનોનું સ્વરૂપ શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકાના છેલ્લા અધ્યાયમાં આપ્યું છે, ત્યાંથી સમજી લેવું.
૩. સમ્યગ્દર્શનથી ધર્મની શરૂઆત થાય છે. એમ બતાવવા આ શાસ્ત્રમાં પહેલા અધ્યાયનું પહેલું જ સૂત્ર ‘સમ્ય વર્શનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ગ:' મૂકયું છે. ધર્મમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com