________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૫૯૪ ]
[ મોક્ષશાસ્ત્ર મોક્ષમાર્ગ કહ્યો, તેથી તેને વ્યવહાર કહેવાય છે. એ પ્રમાણે ભૂતાર્થ મોક્ષમાર્ગપણા વડે નિશ્ચયનય અને અભૂતાર્થ મોક્ષમાર્ગપણા વડે વ્યવહારનય કહ્યા છે એમ જાણવું. પણ એ બન્નેને સાચા મોક્ષમાર્ગ જાણીને તેને ઉપાદેય માનવા તે તો મિથ્યાબુદ્ધિ જ છે. (જીઓ, શ્રી મોક્ષમાર્ગ-પ્રકાશક. પા. ૨૫૪)
૪. નિશ્ચય-વ્યવહારનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર કોઈ જીવને ધર્મ કે સંવ-નિર્જરા થાય નહિ, શુદ્ધ આત્માનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર નિશ્ચયવ્યવહારનું યથાર્થ સ્વરૂપ સમજાય નહિ; માટે આત્માનું યથાર્થ સ્વરૂપ સમજવાની પહેલી જરૂર છે.
પાત્રની અપેક્ષાએ નિર્જરામાં થતી ન્યૂનાધિકતા सम्यग्दृष्टिश्रावक विरतानन्तवियोजकदर्शनमोहक्षपकोपशमकोपशान्त मोहक्षपकक्षीणमोहजिना: क्रशोऽसंख्येयगुणनिर्जराः ।। ४५ ।।
અર્થ:- [સભ્યદૃષ્ટિ શ્રાવળ વિરતિ] સમ્યગ્દષ્ટિ, પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક, વિરત મુનિ, [અનન્તવિયોન વર્શનમોક્ષપ] અનંતાનુબંધીનું વિસંયોજન ક૨ના૨, દર્શનમોહનો ક્ષય કરનાર, [ ઉપશમ ઉપશાન્તમો૪] ઉપશમશ્રેણી માંડનાર, ઉપશાંતમોહ, [ક્ષપળ ક્ષીણમોહ] ક્ષપકશ્રેણી માંડના૨, ક્ષીણમોહ અને [ નિના: ] જિનએ સર્વેને (અંતર્મુહૂર્તપર્યંત પરિણામોની વિશુદ્ધતાની અધિકતાથી, આયુકર્મને છોડીને ) પ્રતિસમય [મશ: અસંધ્યેયમુળનિર્ઝરા: ] ક્રમથી અસંખ્યાતગુણી નિર્જરા થાય છે.
ટીકા
(૧) અહીં પ્રથમ સમ્યગ્દષ્ટિની-ચોથા ગુણસ્થાનની દશા જણાવી છે. જે અસંખ્યાતગુણી નિર્જરા કહી છે તે, સમ્યગ્દર્શન પામ્યા પહેલાંની તદ્દન નજીકની આત્માની દશામાં થતી નિર્જરા કરતાં અસંખ્યાતગુણી સમજવી. પ્રથમોપશમ સમ્યક્ત્વની ઉત્પતિ પહેલાં ત્રણ કરણ થાય છે તેમાં અનિવૃત્તિકરણનાઅંત સમયમાં વર્તતી વિશુદ્ધતાથી વિશુદ્ધ જે સમ્યક્ત્વ સન્મુખ મિથ્યાદષ્ટિ તેને આયુ સિવાયના સાત કર્મોની જે નિર્જરા થાય છે તેના કરતાં અસંખ્યાતગુણી નિર્જરા અસંયતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન પ્રાપ્ત કરતાં અંતર્મુહૂર્તપર્યંત સમયે સમયે થાય છે એટલે કે સમ્યક્ત્વ સન્મુખ મિથ્યાદષ્ટિની નિર્જરા કરતાં સમ્યગ્દષ્ટિને ગુણશ્રેણી નિર્જરામાં અસંખ્યગુણા દ્રવ્ય છે. આ ચોથા ગુણસ્થાનવાળા અવિરતિ સમ્યગ્દષ્ટિની નિર્જરા છે.
(૨) તે જીવ જ્યારે પાંચમું ગુણસ્થાન-શ્રાવકપણું પ્રગટ કરે ત્યારે અંતર્મુહૂર્તપર્યંત નિર્જરા થવા યોગ્ય કર્મપુદ્દગલરૂપ ગુણશ્રેણી નિર્જરાદ્રવ્ય ચોથા ગુણસ્થાન કરતાં અસંખ્યાતગુણા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com