________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૯. સૂત્ર ૪૪ ]
[ ૫૯૧ છે. અનુપ્રેક્ષાનું ફળ એ છે કે તેમાં અનિત્યતા વગેરેનું ચિંતવન કરવાથી ઉપેક્ષાબુદ્ધિ ઉત્પન્ન કરી શકાય છે અને તેને વધારી શકાય છે. ધ્યાનનું ફળ એ છે કે તેમાં ચિત્તને અનેક વિષયોથી હટાવીને એક વિષયમાં સ્થિર કરી શકાય છે. આ કારણે અનુપ્રેક્ષા પછી ધ્યાનનું સ્વરૂપ, લક્ષણ તથા ભેદ વર્ણવીને તે બન્નેને જુદા લખવામાં આવ્યા છે. (તત્ત્વાર્થસાર અધ્યાય ૭. ગાથા ૪૩. ટીકા )
આ નવમા અધ્યાયના પહેલા અઢાર સૂત્રોમાં સંવ૨ અને તેના કારણોનું વર્ણન કર્યું. ત્યા૨૫છી નિર્જરા અને તેના કારણોનું વર્ણન શરૂ કર્યું. નિર્જરા તપથી થાય છે (તપસા નિર્બરા શ્વ-સૂત્ર ૩), તેથી સૂ. ૧૯-૨૦ માં તપના બાર પ્રકાર વર્ણવ્યા, ત્યારપછી છ પ્રકારના અંતરંગતપના ભેદોનું વર્ણન અહીં સુધી કર્યું.
વ્રત, ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા; પરિષહજય, બાર પ્રકારના તપ વગેરે સંબંધી ખાસ લક્ષમાં રાખવા લાયક સ્પષ્ટીકરણ
૧. કેટલાક જીવો કેવળ વ્યવહારનયનું જ અવલંબન કરે છે, તેમને પરદ્રવ્યરૂપ ભિન્ન સાધનસાધ્યભાવની દૃષ્ટિ છે, તેથી તેઓ વ્યવહારમાં જ ખેદખિન્ન રહે છે. તેઓ નીચે પ્રમાણે વર્તે છે
શ્રદ્ધા સંબંધમાં- ધર્મદ્રવ્યાદિ ૫દ્રવ્યોની શ્રદ્ધા કરે છે.
જ્ઞાન સંબંધમાં-દ્રવ્યશ્રુતના પઠન પાઠનાદિ સંસ્કારોથી અનેક પ્રકારના વિકલ્પ જાળથી કલંકિત ચૈતન્યવૃત્તિને ધારણ કરે છે.
ચારિત્ર સંબંધમાં-યતિના સમસ્ત વ્રતસમુદાયરૂપ તપ (સાધુ) -પ્રવૃત્તિરૂપ કર્મકાંડોને અચલિતપણે આચરે છે, તેમાં કોઈ વેળા પુણ્યની રુચિ કરે છે, કદાચિત્ દયાવંત થાય છે.
દર્શનાચા૨ સંબંધમાં-કોઈ વાર પ્રશમતા, કોઈ વાર વૈરાગ્ય, કોઈવાર અનુકંપા અને કોઈવાર આસ્તિતક્યમાં વર્તે છે; તથા શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂઢદષ્ટિ આદિ ભાવો ઉત્પન્ન ન થાય તેવી શુભોપયોગરૂપ સાવધાની રાખે છે; કેવળ વ્યવહારનયરૂપ ઉપબૃહણ, સ્થિતિકરણ, વાત્સલય, પ્રભાવના એ અંગોની ભાવના ચિંતવે છે અને તે બાબતનો ઉત્સાહ વારંવાર વધારે છે.
જ્ઞાનાચાર સંબંધમાં- સ્વાધ્યાયનો કાળ વિચારે છે, ઘણા પ્રકારના વિનયમાં પ્રવર્તે છે, શાસ્ત્રની ભક્તિ અર્થે દુર્ધર ઉપધાન કરે છે- આરંભ કરે છે, શાસ્ત્રનું રૂડા પ્રકારે બહુમાન કરે છે, ગુરુ વગેરેમાં ઉપકારપ્રવૃત્તિને ભૂલતા નથી, અર્થ, વ્યંજન અને તે બન્નેની શુદ્ધતામાં સાવધાન રહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com