________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૭૪]
[ મોક્ષશાસ્ત્ર ૨. સૂત્રોમાં કહેલા શબ્દોની વ્યાખ્યા (૧) સમ્યક પ્રાયશ્ચિત્ત- પ્રમાદ અથવા અજ્ઞાનથી લાગેલા દોષોની શુદ્ધિ
કરતાં વીતરાગ સ્વરૂપના લક્ષ વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા
થાય છે તે. (૨) સમ્યકવિનય- પૂજ્ય પુરુષોનો આદર કરતાં વીતરાગ સ્વરૂપના લક્ષ
વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે. (૩) સમ્યક વૈયાવૃત્ય-શરીર તથા અન્ય વસ્તુઓથી મુનિઓની સેવા કરતાં
વીતરાગ સ્વરૂપ લક્ષ વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય તે. (૪) સમ્યક સ્વાધ્યાય-જ્ઞાનની ભાવનામાં આળસ ન કરવી–તેમાં વીતરાગ
સ્વરૂપના લક્ષ વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે. (૫) સમ્યફ વ્યુત્સર્ગ- બાહ્ય અને આત્યંતર પરિગ્રહના ત્યાગની ભાવનાથી
વીતરાગ સ્વરૂપના લક્ષ વડ અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે. (૬) સમ્યક ધ્યાન-ચિત્તની ચંચળતાને રોકીને તત્ત્વના ચિંતવનમાં લાગવું,
તેમાં વીતરાગ સ્વરૂપના લક્ષ વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા
થાય છે તે. ૩. આ છએ પ્રકારનાં તપ સમ્યગ્દષ્ટિને જ હોય છે. આ છએ પ્રકારમાં સમ્યગ્દષ્ટિને પોતાના સ્વરૂપના લક્ષે જેટલી અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય તેટલું જ તપ છે. શુભ વિકલ્પ છે તેને ઉપચારથી તપ કહેવાય છે, પણ ખરેખર તો તે રાગ છે, તપ નથી. / રવાના
આત્યંતર તપના પેટા ભેદો नवचतुर्दशपंचद्विभेदा यथाक्रमं प्रारध्यानात्।।२१।।
અર્થ - [Dાવ ધ્યાનાર્] ધ્યાન પહેલાંના પાંચ તપના [૧થાનું નવ રતુ: વશ પર ફિમેવા] અનુક્રમે નવ, ચાર, દસ, પાંચ અને બે ભેદો છે, અર્થાત્ સમ્યક પ્રાયશ્ચિત્તના નવ, સમ્યક્ વિનયના ચાર, સમ્યફ વૈયાવૃત્યના દસ, સમ્યક સ્વાધ્યાયના પાંચ અને સમ્યફ વ્યુત્સર્ગના બે ભેદ છે.
નોંધ- આત્યંતર તપનો છઠ્ઠો પ્રકાર ધ્યાન છે તેના ભેદોનું વર્ણન ૨૮માં સૂત્રમાં આવશે. તે ૨૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com