________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪]
[ મોક્ષશાસ્ત્ર મોક્ષપ્રાપ્તિનો ઉપાય सम्यग्दर्शनशानचारित्राणि मोक्षमार्गः।।१।। અર્થ- [ સચદ્રર્શનજ્ઞાનવારિત્રાળિ] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર એ ત્રણે મળીને [ મોક્ષમા: ] મોક્ષનો માર્ગ છે અર્થાત મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે.
-ટીકા(૧) સમ્યક- આ શબ્દ પ્રશંસાવાચક છે, તે યથાર્થપણું સૂચવે છે. વિપરીત
આદિ દોષોનો અભાવ તે “સમ્યક છે. દર્શન-શ્રદ્ધા; “આમ જ છે-અન્યથા નથી' એવો પ્રતીતિભાવ. સમ્યજ્ઞાન-સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત પોતાના આત્માનું
તથા પરનું યથાર્થ જ્ઞાન તે સમ્યજ્ઞાન. સંશય = વિરુદ્ધાને ટિસ્પ િજ્ઞાન સંશય:= “આ પ્રમાણે છે કે આ
પ્રમાણે છે” એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારરૂપ જ્ઞાન તેને સંશય કહે છે; જેમ કે આત્મા પોતાના કાર્યને કરી શકતો
હશે કે જડના કાર્યને કરી શકતો હશે ! એવું જાણવું તે સંશય છે. વિપર્યય = વિપરીતૈોટિ નિશ્ચયો વિપર્યય:=વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક
“આમ જ છે' એવું એકરૂપ જ્ઞાન તેનું નામ વિપર્યય છે; જેમકે
શરીરને આત્મા જાણવો તે વિપર્યય છે. અનધ્યવસાય = શિમિત્યાનોવનમાત્રમધ્યવસાય:- “કંઈક છે” એવો
નિર્ધારરહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે. જેમ કે
હું કોઈક છું” એમ જાણવું તે અનધ્યવસાય છે. સમ્યક્રચારિત્ર-(અહીં “સમ્યફ' પદ અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ માટે
વાપર્યો છે.) સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક આત્મામાં સ્થિરતા તે
સમ્યક્રચારિત્ર છે. આ ત્રણે અનુક્રમે આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ગુણોના શુદ્ધ પર્યાયો (હાલતો) છે.
મોક્ષમાર્ગ:- આ શબ્દ એકવચનમાં છે; તે એમ સૂચવે છે કે મોક્ષના ત્રણ માર્ગ [ નોંધ:- “જીવ” અને “આત્મા” એ બન્ને શબ્દો એક જ અર્થમાં વપરાય છે.]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com